WAKANER:વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસનું ખાતમુહૂર્ત કરતા તાલુકા પંચાયત ચેરમેન જિજ્ઞાસાબેન મેર
WAKANER:વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસનું ખાતમુહૂર્ત કરતા તાલુકા પંચાયત ચેરમેન જિજ્ઞાસાબેન મેર
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિકાસ કાર્યોને સ્થાન આપવા માટે સ્થાનિક પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તાકીદ કરેલ હોય જેના અનુસંધાને સ્થાનિક પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા થતી રજૂઆતને પ્રધાન્ય સરકારમાં મળતા વિકાસ કાર્ય ને સ્થાન મળ્યું હોય તેમ વાંકાનેર તાલુકાનાવાંકાનેર તાલુકાના મેસરિયા ગામે મેસરિયા- ૨ તળાવ (વરથાળા તળાવ)નું ૨૭.૮૧ લાખના રીપેર અને મેન્ટેનન્સ વર્કના કામનું ખાતમુહૂર્ત તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા કરવામાં આવ્યું.મુખ્ય કામગીરી તારીકે નાની સિંચાઈ યોજનાની પાળનું જંગલ કટિંગ, માટીકામ અને પિચિંગ કામ કરવામાં આવશે. જેનાથી તળાવની પાળની મજબૂતાઇમાં વધારો થશે. આ તકે મેસરિયા ગામના સરપંચ હસમુખભાઈ તથા નરેન્દ્રભાઈ સોલંકી અને ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર તાલુકામા પીવાના પાણી અને સિચાયના પાણી માટેના તમામ પ્રશ્નોનું નિરાકરણ ગુજરાત સરકારના પાણી પુરવઢા અને સિંચાય વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ દ્વારા પૂરજોશથી કરવામાં આવતું હોય ત્યારે ગામ લોકોએ અને જીજ્ઞાસાબેન મેરે ગુજરાત સરકાર અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો.