MORBI:મોરબી લાલપર પાસેના ‘પી.ડી. સ્પા’ પર તાલુકા પોલીસના દરોડા, જાહેરનામા ભંગ બદલ સંચાલકની અટકાયત

MORBI:મોરબી લાલપર પાસેના ‘પી.ડી. સ્પા’ પર તાલુકા પોલીસના દરોડા, જાહેરનામા ભંગ બદલ સંચાલકની અટકાયત
મોરબી-વાંકનેર નેશનલ હાઈવે પર આવેલ લાલપર ગામની સીમમાં સ્પાની આડમાં ચાલતી ગેરરીતિઓ અને નિયમોના ઉલ્લંઘન સામે મોરબી તાલુકા પોલીસે લાલ આંખ કરી છે. લાલપર નજીક આવેલી રીજેન્ટા હોટલ પાછળ સંસેરા ચેમ્બર્સમાં કાર્યરત ‘પી.ડી. સ્પા એન્ડ વેલનેસ’ પર પોલીસે સરપ્રાઈઝ રેડ પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાલુકા પોલીસ ટીમ દ્વારા સ્થળ પર કરવામાં આવેલી કડક તપાસ દરમિયાન અનેક અનિયમિતતાઓ સામે આવી હતી:મહિલા વર્કર્સના રજિસ્ટ્રેશનનો અભાવ: સ્પામાં કામ કરતી મહિલા કર્મચારીઓના બાયોડેટા ફોર્મ સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા નહોતા.
CCTV રેકોર્ડિંગનો અભાવ: નિયમ મુજબ ફરજિયાત રાખવાનું થતું ૩ મહિનાનું સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ પણ જાળવવામાં આવ્યું ન હોવાનું ખુલ્યું હતું.લાયસન્સ વગર સંચાલન: તપાસ દરમિયાન સ્પા સંચાલક સ્પા ચલાવવા માટેનું યોગ્ય અને માન્ય લાયસન્સ રજૂ કરી શક્યા ન હતા.જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો સ્પષ્ટ ભંગ કરવા બદલ અને કાયદાકીય નિયમોની અણદેખી કરવા બદલ મોરબી તાલુકા પોલીસે સ્પા સંચાલક કિરીટસિંહ સાહેબસિંહ ગોહિલ (ઉં.વ. ૫૦, રહે. શક્તિનાળા, મોરબી) વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે








