GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના સરાયા જૂના ગામમાં બેંક કર્મચારીના બંધ ઘરમાંથી રૂ.૧.૭૨ લાખની ચોરી

 

TANKARA:ટંકારાના સરાયા જૂના ગામમાં બેંક કર્મચારીના બંધ ઘરમાંથી રૂ. ૧.૭૨ લાખની ચોરી

ટંકારા તાલુકાના સરાયા જૂના ગામમાં મહાદેવ મંદિર પાસે રહેતા એક બેંક કર્મચારીના મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો સોનાની માળા તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૭૨,૦૦૦ ની મતા ચોરીને ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર, સરાયા જૂના ગામમાં રહેતા અને વાંકનેરમાં આવેલી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં નોકરી કરતા લલીતભાઈ મોતીભાઈ ઢેઢી (ઉં.વ.૪૦) એ ટંકારા પોલીસ મથકે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. ૦૧/૦૮/૨૦૨૬ ના રાત્રિના આશરે સાડા દસ વાગ્યાથી તા. ૦૨/૦૮/૨૦૨૬ ના રાત્રિના એક વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા ચોર ઇસમે મકાનમાં ગુપ્ત પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રૂમમાં રાખેલા લોખંડના કબાટની તિજોરીમાંથી રૂ. ૧,૫૭,૦૦૦ ની કિંમતની આશરે બે તોલા સોનાની માળા તથા રૂ. ૧૫,૦૦૦ ની રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૭૨,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયો હતો.આ ઘટના અંગે લલીતભાઈની ફરિયાદના આધારે ટંકારા પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!