TANKAR ટંકારા તાલુકાના વિરપર ગામની સામાન્ય પરિવારની દીકરીનું BAMS બનવાનું સપનું સાકાર: સરકારની ‘ફ્રી શિપ કાર્ડ’ યોજના બની આશીર્વાદરૂપ

TANKAR ટંકારા તાલુકાના વિરપર ગામની સામાન્ય પરિવારની દીકરીનું BAMS બનવાનું સપનું સાકાર: સરકારની ‘ફ્રી શિપ કાર્ડ’ યોજના બની આશીર્વાદરૂપ
ફ્રી શિપ કાર્ડ’ યોજના બની આશીર્વાદરૂપ: ટંકારાના વિરપર ગામની ઉર્વશીબેન બનશે ડૉક્ટર
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ‘ફ્રી શિપ કાર્ડ’ યોજના મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વિરપર ગામના સામાન્ય પરિવાર માટે પથદર્શક સાબિત થઈ છે. ધોરણ-૧૨ સાયન્સમાં ૮૮.૦૦% મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીની ચાવડા ઉર્વશીબેન દિનેશભાઈને આ યોજનાના બળે રૂ. ૬ લાખની ભારેખમ ફી ચૂકવ્યા વિના જ BAMS (આયુર્વેદ) કોર્સમાં પ્રવેશ મળ્યો છે.
ઉર્વશીબેનને નોબલ આયુર્વેદ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જૂનાગઢ ખાતે કોઈ પણ ફી ભર્યા વિના સરળતાથી પ્રવેશ મળી ગયો છે. મોરબી સ્થિત જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (અનુસૂચિત જાતિ)ની કચેરીના માર્ગદર્શન હેઠળ તેમણે ‘ડિજિટલ ગુજરાત પોર્ટલ’ પર ઓનલાઈન અરજી કરી આ લાભ મેળવ્યો હતો.
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ.એમ. છાશિયાએ જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ ST/SC ના વિદ્યાર્થીઓ સ્નાતક, અનુસ્નાતક અને ટેકનિકલ કોર્સમાં વિના મૂલ્યે અભ્યાસ કરી શકે છે.
યોજનાના મુખ્ય નિયમો અને જરૂરી વિગતો: આવક મર્યાદા: વિદ્યાર્થીઓ (ભાઈઓ) માટે વાર્ષિક રૂ. ૬ લાખની મર્યાદા, જ્યારે વિદ્યાર્થીનીઓ (બહેનો) માટે કોઈ આવક મર્યાદા નથી.
પ્રવેશ: સ્વનિર્ભર સંસ્થાઓમાં મેળવેલ પ્રવેશ માટે જ આ લાભ મળે છે. (મેનેજમેન્ટ/NRI/સ્પોર્ટ્સ ક્વોટા માટે નહીં).
અરજી પ્રક્રિયા: એડમિશન મેળવતા પહેલા ‘ડિજિટલ ગુજરાત પોર્ટલ’ પર ઓનલાઈન અરજી કરી ફ્રી શિપ કાર્ડ મેળવવાનું રહેશે.જરૂરી દસ્તાવેજ: જાતિ અને આવકનો દાખલો, ધો. ૧૦/૧૨ની માર્કશીટ, LC, બેંક પાસબુક, રેશનકાર્ડ વગેરે. અસંખ્ય તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આશાનું નવું કિરણ બનેલી આ યોજના બદલ વિરપરના સામાન્ય પરિવારે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.









