GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી ના બસોમાં જન્મદિવસ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો

TANKARA:ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી ના બસોમાં જન્મદિવસ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો

ટંકારામાં ગત તારીખ 10 /11/ 12 ફેબ્રુઆરી 2024 ના રોજ શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી ના બસોમાં જન્મદિવસ નિમિત્તે ભવ્યાતી ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ, મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ,ઉપરાંત અનેક રાજકીય આગેવાનો,બાબા રામદેવભાઈ સહીત અનેક સંન્યાસીઓ અનેક ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ હોય હજારો માણસોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભાગ લીધેલ.મહર્ષિ દયાનંદના જીવન અને તેમના કાર્યને જાણીને ખૂબ પ્રભાવિત થયા હતા. આ કાર્યક્રમ ટંકારાના ઇતિહાસનો શ્રેષ્ઠ કાર્યક્રમ કહી શકાય તેવો કાર્યક્રમ થયેલ . આટલો શ્રેષ્ઠ કાર્યક્રમ સફળ બનાવવા માટે અનેક માનવ શક્તિને કામે લાગેલ.

Oplus_0

આ કાર્યક્રમને સફળ બનાવવા ટંકારાના અનેક યુવાનો તથા મહિલાઓએ સતત ત્રણ મહિના સુધી મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આર્ય સમાજ ટંકારા ઉપર મોટી જવાંબદરી સોંપાયેલ,આપ સર્વેએ મુકેલા વિશ્વાસ અને મહર્ષિને આપણા ગણી અને તેમના જન્મદિવસને ગરીમા પૂર્ણ રીતે ઉજવવામાં ટંકારા વાસીઓ તથા આસપાસના ગામના અનેક લોકોએ પૂરા સાથ અને સહકારથી આ કાર્યક્રમ ઉજવ્યો હતો .

લોકોએ પોતાની જમીન, કારખાના ,ફેક્ટરી, ની જગ્યાઓ,મકાનો આર્થિક સહયોગ, પોતાના વાહનો સાથે ઉપયોગી થયા હતા. દાતાઓ અને સમાજસેવકો દ્વારા ખૂબ જ ભવ્ય રીતે મહર્ષિ ની 200મી જન્મ જયંતી ઉજવવામાં આવેલ . માટે ખાસ દિલ્હીથી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારાના મંત્રી mઅજય સહગલજી ,ઉપરાંત દિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના મંત્રી અને આ કાર્યક્રમના સંપૂર્ણ સંયોજક એવા વિનય આર્યજી સાથે સતીશ ચડાજી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારાના મંત્રી અજય સહગલજી ,ઉપરાંત દિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના મંત્રી અને આ કાર્યક્રમના સંપૂર્ણ સંયોજક એવા વિનય આર્યજી સાથે સતીશ ચડાજી દ્વારા આર્ય સમાજ ટંકારા ના તમામ કાર્યકર્તાઓનો તથા ટંકારાવાસીઓના કાર્યને બિરદાવી સન્માન કરાયેલ.આ પ્રસંગે અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા .શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ દ્વારા ટંકારા નું ગૌરવ એવા પદ્મશ્રી ડોક્ટર દયાલમૂની આર્યનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button