MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના ભૂત કોટડા ગામની સીમમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

TANKARA:ટંકારાના ભૂત કોટડા ગામની સીમમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

 

ટંકારા: મોરબી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ટંકારા તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ભૂત કોટડા ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસને ખાનગી રહે બાતમી મળી હતી કે ભૂત કોટડા ગામની સીમમાં આવેલી ભુરાભાઈ ભરવાડની વાડીની ઓરડીમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર રેઇડ કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન ઓરડીમાંથી વેચાણ કરવાના ઈરાદે રાખવામાં આવેલી:વિદેશી દારૂની બોટલ: નંગ-૧૩ (કિંમત રૂ. ૩,૯૦૦)મોબાઈલ ફોન: નંગ-૧ (કિંમત રૂ. ૫,૦૦૦)કુલ મુદ્દામાલ: રૂ. ૮,૯૦૦આ દરોડા દરમિયાન પોલીસે રેલસીંગ ઉર્ફે મુકેશભાઈ સીંગાડ (ઉં.વ. ૩૮) નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી હાલ ભૂત કોટડામાં રહે છે પરંતુ મૂળ મધ્યપ્રદેશનો વતની હોવાનું જાણવા મળ્યું છે.ટંકારા પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!