GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના મિતાણા બ્રિજ પાસે સ્કૂલ બસમાં અચાનક આગ: સદનસીબે મોટી દુર્ઘટના ટળી, તમામ બાળકો સુરક્ષિત

 

TANKARA:ટંકારાના મિતાણા બ્રિજ પાસે સ્કૂલ બસમાં અચાનક આગ: સદનસીબે મોટી દુર્ઘટના ટળી, તમામ બાળકો સુરક્ષિત

 

તંત્રની નાકામી અને શાળા સંચાલકોની ઘોર બેદરકારી: શું માસૂમ બાળકોના જીવની કોઈ કિંમત નથી?

​મિતાણા બ્રિજ પાસે ટંકારાની આર્ય વિદ્યાલયની સ્કૂલ બસમાં લાગેલી ભીષણ આગ એ માત્ર એક અકસ્માત નથી, પરંતુ તંત્ર અને શાળા સંચાલકોની ગુનાહિત બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે. જો યોગાનુયોગે પોલીસ ટીમ ત્યાં હાજર ન હોત, તો આજે કેટલાય પરિવારના ચિરાગ ઓલવાઈ ગયા હોત.મોટા મોટા ડોનેશન અને ફી વસૂલતા શાળા સંચાલકો બાળકોની સુરક્ષા બાબતે તદ્દન નિષ્કાળજી દાખવે છે..?

સ્કૂલ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટીના નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે. ખટારા જેવા વાહનોમાં બાળકોને પૂરવામાં આવે છે છતાં આરટીઓ (RTO) કે તંત્ર કેમ આંખ આડા કાન કરે છે?

ટંકારા -મિતાણા બ્રિજ નજીક આજે એક હૃદયધબકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માસૂમ બાળકોને લઈને જઈ રહેલી એક સ્કૂલ બસમાં અચાનક ભીષણ આગ ભબકી ઉઠી હતી. જોકે, ઘટનાસ્થળે હાજર પોલીસ ટીમની ત્વરિત સૂઝબૂઝ અને ઝડપી કાર્યવાહીને કારણે સમયસર તમામ બાળકોને બસમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા, જેથી એક મોટી દુર્ઘટના સહેજમાં અટકી ગઈ હતી.

આર્ય વિદ્યાલય, ટંકારા (પ્રાથમિક માહિતી મુજબ) ઘટના સ્થળે પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમે તાત્કાલિક સ્થિતિ સંભાળીને બાળકોનું રેસ્ક્યૂ કર્યું. તમામ બાળકો સુરક્ષિત, કોઈને ઈજા નહીં.

બસમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ પોલીસે દાખવેલી તત્પરતાને લીધે બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકો અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસ ટીમની કામગીરીને બિરદાવી હતી.આ ઘટના બાદ સ્કૂલ વાહનોની ફિટનેસ, ફાયર સેફ્ટીના સાધનો અને નિયમિત મેન્ટેનન્સ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ભવિષ્યમાં આવી કોઈ ગંભીર હોનારત ન સર્જાય તે માટે તંત્રને સ્થાનિક અને વાલીઓ માંગ કરી રહ્યા છે કે માત્ર અકસ્માત બાદ જાગવાને બદલે તંત્ર હવે આવા લાયસન્સ વગરના કે ખટારા જેવા સ્કૂલ વાહનો સામે કડકમાં કડક પગલાં ભરે અને જવાબદારો સામે ગુનો નોંધી દંડનાત્મક કાર્યવાહી કરે.

Back to top button
error: Content is protected !!