GUJARATMODASA

મેઘરજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ભાગી છુટેલી વિદેશી દારૂ ભરેલી ઈનોવા કારને ટીંટોઇ પોલીસે ઝડપી પાડી*

ટીંટોઇ તથા મેઘરજ પોલીસની સંયુક્ત કામગીરી

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ટીંટોઇ તથા મેઘરજ પોલીસની સંયુક્ત કામગીરી

*મેઘરજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ભાગી છુટેલી વિદેશી દારૂ ભરેલી ઈનોવા કારને ટીંટોઇ પોલીસે ઝડપી પાડી*

ટીંટોઈ પોલીસ સ્ટેશનના પી.આઈ એ.આઈ ચાવડા તથા તેમની ટીમ સરકારી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મેઘરજ પોલીસ સ્ટેશનના પી.આઈ એમ એચ.ઝાલા દ્વારા બાતમી આપી હતી કે એક સિલ્વર કલરની ઇનોવા કાર જેનો નંબર જીજે ૧૮.બી.એ ૯૫૫૨ શંકાસ્પદ જણાઈ આવે છે તથા મેઘરજ તરફથી ટીંટોઇ તરફ ભાગી છૂટેલ છે જે બાતમીના આધારે ટીંટોઇ પોલીસ સ્ટેશનની પી.સી.આર વાન કુડોલ રવાના કરી હતી ઉપરોક્ત બાતમીવાડી ઇનોવા કાર પોલીસની પી.સી.આર વાનને જોઈ કુડોલ ચાર રસ્તાથી કુશકી તરફ જવાના રસ્તે પુર ઝડપે હંકારી હતી ટીંટોઈ પોલીસ દ્વારા ઈનોવા કાર નો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો આગળ જતા ચાલક દ્વારા ઇનોવા કારને ગફલત ભરી અને બેદરકારીથી પૂર ઝડપે હંકારી રોડની સાઈડમાં ‌બાવળના ઝાડ સાથે અથડાવી દઈ ચાલક ભાગી છુટવામાં સફળ રહ્યો હતો પોલીસ દ્વારા કારની તપાસ કરતો વિદેશી દારૂની બોટલ નંગ ૫૧ જેની કિંમત ૩.૦૪.૭૬૦/ તથા કારની કિંમત૪.૦૦૦૦૦/મળી કુલ મુદ્દા માલ ૭.૦૪.૭૬૦/ઝડપી પાડ્યો હતો ટીંટોઇ પોલીસ દ્વારા ફરાર ઇનોવા કારનો ચાલક તથા બાજુમાં બેઠેલા ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી તથા ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Check Also
Close
Back to top button
error: Content is protected !!