TANKARA:ટંકારાના સરાયા ગામે રહેણાંક મકાનમાં ઘરફોડ ચોરી કરનાર જૂનાગઢનો યુવક ઝડપાયો

TANKARA:ટંકારાના સરાયા ગામે રહેણાંક મકાનમાં ઘરફોડ ચોરી કરનાર જૂનાગઢનો યુવક ઝડપાયો
ટંકારા તાલુકાના સરાયા ગામે તાજેતરમાં એક રહેણાંક મકાનમાંથી લાખોની મત્તાની થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં ટંકારા પોલીસને સફળતા મળી છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીના રોકડા રૂપિયા ૯,૩૦૦ તથા મોબાઇલ ફોન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેના અન્ય બે સાગરીતોને પકડવા તજવીજ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ, ગત તા. ૦૧/૦૮/૨૦૨૬ની રાત્રિના સાડા દસ વાગ્યાથી તા. ૦૨/૦૮/૨૦૨૬ના મોડી રાત્રિના એકાદ વાગ્યા દરમિયાન સરાયા ગામે આવેલ એક રહેણાંક મકાનમાં અજાણ્યા ચોરોએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. રૂમમાં રાખેલ લોખંડના કબાટની તિજોરીમાંથી સોનાની આશરે બે તોલાની માળા (કિંમત રૂ. ૧,૫૭,૦૦૦/-) તથા રોકડા રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૭૨,૦૦૦/-ની મત્તાની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઇ ગયા હતા. આ અંગે ટંકારા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે અણઉકેલાયેલ (અનડીટેક્ટ) ગુનો શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા.
રાજકોટ રેન્જ ડીઆઇજી શ્રી ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.ડી.ઝાલા અને સ્ટાફના માણસો ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસના આધારે તપાસ ચલાવી રહ્યા હતા.
દરમિયાન રાજકોટ-મોરબી હાઇવે પર આર્ય સ્કૂલ સામે, જબલપુરના પાટીયા પાસે આવેલ બંધ દુકાન નજીક એક શંકાસ્પદ ઇસમ આંટાફેરા કરતો મળી આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી કડકાઇથી પૂછપરછ કરતા તેણે સરાયા ગામે ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
પકડાયેલ આરોપી:૧. કરણભાઇ મનુભાઇ વાછાણી (ઉં.વ. ૨૦, રહે. હાલ જૂનાગઢ દોલતપરા, ૬૬ કે.વી. સબ સ્ટેશન બાજુમાં, મૂળ ગામ કેશોદ, જી. જૂનાગઢ) પકડવાના બાકી આરોપીઓ ૧. વિશાલ સોલંકી (રહે. જૂનાગઢ) ૨. સુનીલભાઇ સોઢા (રહે. જૂનાગઢ) કબ્જે કરાયેલ મુદ્દામાલ:રોકડા રૂપીયા ૯,૩૦૦/- રૂ. ૫,૦૦૦/- ની કિંમતનો ૧ નંગ મોબાઇલ ફોન ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ની કલમ ૩૦૫, ૩૩૧(૪) અને ૫૪ હેઠળ ગુનો નોંધી, ચોરીમાં ગયેલ બાકીનો મુદ્દામાલ રિકવર કરવા તથા ફરાર સાગરીતોને ઝડપી પાડવા રિમાન્ડ મેળવવાની આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.









