TANKARA:ટંકારા હથિયારબંધીના ગુનામાં ૩ વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો




TANKARA:ટંકારા હથિયારબંધીના ગુનામાં ૩ વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

મોરબી: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લામાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી મોરબી પોલીસ એલર્ટ મોડ પર છે. આ દરમિયાન મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે એક મહત્વની સફળતા મેળવી છે, જેમાં છેલ્લા ૩ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા હથિયારબંધીના ગુનાના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

એસ.ઓ.જી. સ્ટાફને મળેલી એક સચોટ બાતમીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટંકારા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩માં નોંધાયેલા હથિયારધારા (આર્મ્સ એક્ટ) અને જી.પી. એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલ આરોપી રીયાજખાન ઉર્ફે મુન્નો મેહબૂબખાન ફતેહાન લાંબા સમયથી ફરાર હતો.પોલીસે વોચ ગોઠવીને આરોપીને વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા ગરીબ નવાજ ફાર્મ (ભલગામ) ખાતેથી દબોચી લીધો હતો. પકડાયેલ આરોપી સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં બી પાર્ટ ગુ.ર.નં. ૦૦૬૨/૨૦૨૩ મુજબ ગુનો નોંધાયેલ છે.
આગળની તપાસ તેજ એસ.ઓ.જી.ની ટીમે આરોપીને પકડી પાડ્યા બાદ હવે તેને કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી માટે ટંકારા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.




