MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ખેડૂતોની હાલાકી: લોન ભરપાઈ છતાં નો-ડ્યુ સર્ટિફિકેટ માટે ધક્કા, સજનપરના ખેડૂતની કલેક્ટરને ફરિયાદ.

 

TANKARA:ખેડૂતોની હાલાકી: લોન ભરપાઈ છતાં નો-ડ્યુ સર્ટિફિકેટ માટે ધક્કા, સજનપરના ખેડૂતની કલેક્ટરને ફરિયાદ.

 

મોરબી: જિલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામના એક ખેડૂતે મોરબીની ઇન્ડિયન ઓવરસીઝ બેંકના મેનેજર અને કર્મચારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે. ખેડૂતનો આરોપ છે કે લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં બેંક દ્વારા ‘નો-ડ્યુ સર્ટિફિકેટ’ આપવામાં ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.



​સજનપર ગામના ખેડૂત ત્રિભોવનભાઈ આંબાભાઈ અહરવા દ્વારા આજે તારીખ 20 એપ્રિલના રોજ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના મુખ્ય અંશો નીચે મુજબ છે:
​મંડળી બદલવાનું કારણ: અગાઉ ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા સજનપર ગામને દત્તક લેવામાં આવ્યું હતું. પરંતુ બેંકની અપૂરતી સુવિધાઓ અને કર્મચારીઓના અસહકારભર્યા વર્તનને કારણે ખેડૂતોએ પોતાની મંડળી બદલી નાખી છે. રેવન્યુ રેકોર્ડ (૭/૧૨) પરથી બેંકનો બોજો હટાવવા માટે ખેડૂતોને ‘નો-ડ્યુ સર્ટિફિકેટ’ની જરૂર પડે છે. જ્યારે ખેડૂતો આ માટે બેંક જાય છે, ત્યારે કર્મચારીઓ ઉડાઉ જવાબ આપી વારંવાર ધક્કા ખવડાવે છે. સજનપર ગામ મોરબીથી 18 કિમી દૂર છે. એક દાખલો લેવા માટે ખેડૂતોને સરેરાશ 3 જેટલા ધક્કા ખાવા પડે છે, જેનાથી તેમનો સમય અને નાણાં બંને વેડફાય છે.​ખેડૂતે આક્ષેપ કર્યો છે કે બેંક દ્વારા જે દાખલા આપવામાં આવે છે તેમાં પણ વિગતો ભૂલભરેલી હોય છે. જ્યારે આ ભૂલ સુધારવા માટે અથવા મુશ્કેલી અંગે બેંક મેનેજર સાથે વાત કરવામાં આવે છે, ત્યારે તેઓ પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે.​”ભૂલભરેલા દાખલા લઈને જ્યારે અમે 20 કિમી દૂર ટંકારા ખાતે બોજા મુક્તિની નોંધ કરાવવા જઈએ છીએ, ત્યારે ત્યાં કામ ન થતા ખેડૂતોએ પારાવાર હાલાકી ભોગવવી પડે છે.” – ફરિયાદી ખેડૂત ​ખેડૂતોની રજૂઆત છે કે બેંકના આવા અમાનવીય અને અસહકારભર્યા વલણ સામે કલેક્ટર કડક પગલાં ભરે અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે નિકાલ લાવે.

Back to top button
error: Content is protected !!