
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કચ્છ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓની નવી બોડીની રચના : અટકેલા પ્રશ્નોને ઉકેલવા નવી ટીમ સજ્જ
મુંદરા,તા.19: તાજેતરમાં કચ્છ જિલ્લામાં 400 જેટલા આરોગ્ય કર્મચારીઓની સામૂહિક બદલીઓના વિવાદ બાદ ગત રવિવારે ભુજ મધ્યે આરોગ્ય કર્મચારીઓની એક અગત્યની બેઠક યોજાઈ હતી. જૂના મંડળના હોદ્દેદારોના રાજીનામા બાદ ખાલી પડેલી જગ્યાઓ પર સર્વસંમતિથી નવી બોડીની રચના કરવામાં આવી છે જે હવે કર્મચારીઓના પડતર પ્રશ્નો અને અટકેલી કામગીરીને વેગ આપશે.
નવનિયુક્ત સંગઠન માળખું:
તા. 18/01/2026ના રોજ મળેલી સામાન્ય સભામાં હાજર કર્મચારીઓએ એકમતે નીચે મુજબના હોદ્દેદારોની વરણી કરી છે:
પ્રમુખ : દેવજીભાઈ નોરિયા
મહામંત્રી : નિલેશભાઈ મકવાણા
ઉપપ્રમુખ : સુરૂભા વાઘેલા
ઉપપ્રમુખ : સલમાબેન કુરૈશી
ઉપપ્રમુખ : દિવ્યરાજસિંહ રાણા
સહમંત્રી : ચેતનભાઈ પંડિયા
સહમંત્રી : ભરતભાઈ પરમાર
સહમંત્રી : દીપભાઈ પંડિયા
મુખ્ય કન્વીનર : ભરતભાઈ ડોડીયા
કન્વીનર : પિયુષભાઈ અમીન
ખજાનચી : રિયાજભાઈ શેખ
સંગઠન મંત્રી : ઉમરભાઈ સુમરા
નવનિયુક્ત પ્રમુખ શ્રી દેવજીભાઈ નોરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે “કર્મચારીઓની સામુહિક બદલીઓ અને અન્ય વહીવટી પ્રશ્નોને કારણે જે ગતિરોધ સર્જાયો હતો તેને દૂર કરવો એ અમારી પ્રાથમિકતા રહેશે. આજથી જ નવી બોડીએ કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરી શરૂ કરી દીધી છે.”
દરેક તાલુકાના પ્રતિનિધિઓના સૂચન મુજબ કારોબારી સભ્યોની પણ રચના કરવામાં આવી છે. નવા સંગઠનથી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓમાં ફરી એકવાર એકતા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.











વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



