GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:મોરબી જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીએ ટંકારા તાલુકાના લજાઈ ગામની આકસ્મિક મુલાકાત લીધી

 

TANKARA:મોરબી જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીએ ટંકારા તાલુકાના લજાઈ ગામની આકસ્મિક મુલાકાત લીધી

 

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળા, આંગણવાડી, મધ્યાહન ભોજન કેન્દ્ર, ગ્રામ પંચાયત, વ્યાજબી ભાવની દુકાનની તપાસ કરી

મોરબી જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર નાગરિકોના પ્રશ્નો માટે સતત ચિંતિત રહે છે. વિવિધ વિભાગના અધિકારીગણ દ્વારા ગામડાઓમાં જઈને લોકો સાથે રૂબરૂ મુલાકાતો લેતા હોય છે. ગ્રામસભામાં પણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેતા હોય છે અને ગામની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયાસો થતા રહે છે. તાજેતરમાં જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરીએ ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આકસ્મિક તપાસણી કરી હતી.


તેઓએ ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી સ્ટાફ બાબતે સમીક્ષા કરી અને હાજર રહેલ દર્દીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ ઉપરાંત કલેકટરશ્રીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિવિધ કામગીરીઓની તપાસણી કરી અને શાળા, આંગણવાડી, મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈ ત્યાંની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ ગ્રામ પંચાયત ઓફિસ, વ્યાજબી ભાવની દુકાનની મુલાકાત લેવામાં હતી અને ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી. તેમજ તેમના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!