GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA :ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા યુદ્ધ ની પરિસ્થિતિ માં લોહીની જરૂરિયાત ને પહોચી વળવા માટે મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું 

TANKARA :ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા યુદ્ધ ની પરિસ્થિતિ માં લોહીની જરૂરિયાત ને પહોચી વળવા માટે મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

 

 

માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિ સાહેબ મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી.કે.શ્રીવાસ્તવ નાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી ટંકારા તેમજ શ્રી બ્લડ બેન્ક મોરબી તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ના સંયુક્ત ઉપક્રમે સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.


ઉપરોક્ત બ્લડ ડોનેશન કેમ્પને ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્યશ્રી માન.દુર્લભજીભાઈ દેથરીયા અને તાલુકા ભાજપ પ્રમુખશ્રી દિનેશભાઈ ગડારા, તાલુકા ભાજપ ટંકારા ના સંગઠન ના હોદેદારો, જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો.ધનસુખ અજાણા,તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.ડી.જી.બાવરવા,CHC અધિક્ષકશ્રી ડો.હિરલ પડસુંબીયા તથા ગામના આગેવાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો, આ કેમ્પમાં ટંકારા ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ. રકતદાતાશ્રીઓ દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરતા કુલ ૧૦૪ યુનિટ બ્લડ નું કલેક્શન કરવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રા.આ.કેન્દ્ર ના મેડીકલ ઓફિસરશ્રી સૃષ્ટિ ભોરણીયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી હિતેશભાઈ પટેલ, હેલ્થ સુપરવાઈઝર ઉમેશ ગોસાઈ તેમજ આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ.

Back to top button
error: Content is protected !!