GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA ટંકારા પોલીસે મોબાઈલ અને બાઈક ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો

 

TANKARA ટંકારા પોલીસે મોબાઈલ અને બાઈક ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો

 

 

ટંકારા પોલીસે હરબટીયાળી ગામ નજીકથી થયેલ મોબાઈલ અને મોટરસાયકલ ચોરીના આરોપીને ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

પોલીસને ખાનગી રાહે હકીકત મળી હતી કે એક હિન્દીભાષી મજૂર નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ લઈને શનિવારી બજારમાં મોબાઈલ વેચવા આવ્યો છે. આરોપી પાસેથી મોટરસાયકલના કાગળો માંગતા સંતોષકારક જવાબ ન મળતા, પોલીસને ઈ-ગુજકોપ/પોકેટકોપ એપ્લિકેશનમાં મોટરસાયકલ હરબટીયાળી ગામના અરવિંદભાઈ મગનભાઈ નમેરાનું હોવાનું માલૂમ પડ્યું હતું. આ ઉપરાંત, આરોપીના ખિસ્સામાંથી સિમકાર્ડ વગરનો ટેકનો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. જે હરબટીયાળી ગામ નજીક આવેલ સ્પેરોન કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી ચોરાયો હોવાની ફરિયાદ મળી હતી.આરોપીએ ઉપરોક્ત મોટરસાયકલ અને મોબાઈલ ફોનની ચોરીની કબૂલાત આપી છે, જેના આધારે પોલીસે રવિ સ/ઓ વેસ્તાભાઇ મૈયડીયા ઉર્ફે સેકડા મુવેલ (20 વર્ષ, હાલ: ચાચાપર ગામ, તા.જી. મોરબી, મૂળ: મધ્ય પ્રદેશ) ને ઝડપી પાડી 25,000 ની કિંમતનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ અને 4,000 ની કિંમતનો મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો.

Back to top button
error: Content is protected !!