TANKARA:ટંકારા તાલુકા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.
TANKARA:ટંકારા તાલુકા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.
બી.આર.સી.ભવન ટંકારા દ્વારા ગત તા. 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ટંકારા તાલુકા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન હરબટીયાળી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું હતું.
દર વર્ષે જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર ની પ્રેરણાથી સી.આર.સી.કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધીના બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાય છે. જે અંતર્ગત વર્ષ 2024-25 માટે “ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી” મુખ્ય વિષય આધારિત ટંકારા તાલુકા કક્ષાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ટંકારા તાલુકાના 6 ક્લસ્ટરમાંથી પાંચેય વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ કૃતિના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કુલ 30 કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ તકે ઉદ્દઘાટન સમારોહમાં હરબટિયાળી ગામના સરપંચ પ્ર. દેવરાજભાઈ સંઘાણી, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, શૈક્ષીક સંઘના પ્રમુખ ડાયાલાલ બારૈયા, મંત્રી રસિકભાઈ ભાગીયા, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસો. પ્રમુખ યોગેશભાઈ ઘેટીયા, મંત્રી વિજયભાઈ ભાડજા ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમાપન સમારોહમાં ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા, ટંકારા તા.પ્રા.શિક્ષક સંઘના મહામંત્રી વિરમભાઈ દેસાઈ હાજર રહ્યા હતા.સમગ્ર પ્રદર્શનને સફળ બનાવવા બી.આર.સી.કો.ઓર્ડિ. કલ્પેશભાઈ ફેફર, તમામ સી.આર.સી.કો.ઓર્ડિ. શૈલેષભાઈ, ભાવેશભાઈ, કૌશિકભાઈ,આનંદભાઈ,હેમંતભાઈ, જલ્પાબેન તેમજ શાળાના આચાર્ય મહેશભાઈ અને તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.