GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાની ભાગીદારી પેઢીએ લેણી રકમ માટે કરેલ દાવામાં ૨૫.૨૦ લાખ રૂપિયા ૬% વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ

TANKARA:ટંકારાની ભાગીદારી પેઢીએ લેણી રકમ માટે કરેલ દાવામાં ૨૫.૨૦ લાખ રૂપિયા ૬% વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ

 

 


મોરબી જીલ્લા ના ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ પર આવેલ જૈનમ કોટેકસ એલએલપી. ની ભાગીદારી પેઢી દ્વારા ચાંણોદ ની સિધ્ધી વિનાયક કાનીત ફેબ ના પ્રોપરાઈટર રંજના શ્રવણકુમાર તિવારી સામે ફેબ્રીક ના માલ ના વેચાણ અંગે ની તેની લેણી રકમ રૂા.૨૫,૨૦,૦૦૦/- સ્પે.દિવાની કેશ નં. ૬/૨૨ થી દાખલ કરેલ સદરહુ દાવા ના કામે પ્રતિવાદી સામે નામદાર નીચેની કોર્ટે એક તરફી હુકમ કરી દાવો ચલાવેલ અને દાવા માં વાદી પક્ષ તરફથી પ્રતિવાદી વિરૂધ્ધ તમામ પુરાવા ઓ રજુ થતા નામદાર કોર્ટે વાદી નો પુરાવો ગ્રાહય રાખી વાદી નો દાવો મંજુર કરી નામદાર કોર્ટે વાદી ને રૂા.૨૫,૨૦,૦૦૦/- અંકે રૂપીયા પચીસ લાખ વીસ હજાર પુરા ની રકમ પર વાર્ષિક ૬%(ટકા) ના વ્યાજ સાથે પ્રતિવાદી ની વ્યકિત ગત તથા મિલ્કત માંથી વસુલવા માટે નો હુકમ કરેલ છે. આ દાવા ના કામે વાદી પક્ષ તરફથી વિદ્વવાન વકીલ શ્રી નિકુંજભાઈ કોટક, હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ચાવડા, તથા કિશોરભાઈ સુરેલા રોકાયેલ હતા.

Back to top button
error: Content is protected !!