MORBI મોરબીમાં સંસ્કૃત ભારતી અને સાથૅક વિઘા મંદીર સંયુક્ત ઉપક્રમે ગૌરવ યાત્રા યોજાશે

MORBI મોરબીમાં સંસ્કૃત ભારતી અને સાથૅક વિઘા મંદીર સંયુક્ત ઉપક્રમે ગૌરવ યાત્રા યોજાશે
સંસ્કૃત બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા શ્રી કલેકટર સાહેબ મોરબીના અધ્યક્ષ સ્થાને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સહયોગથી સંસ્કૃત ભારતી મોરબી તેમજ સાર્થક વિદ્યામંદિર મોરબીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાશે
આ યાત્રામાં વિવિધ સંસ્થાઓ દ્વારા સંસ્કૃતનો પ્રચાર -પ્રસાર થાય તેવા ટેબ્લો, વિવિધ વેશભૂષા સાથે બાળકો, સંસ્કૃત રાસ ગરબા અને ગીતોની પ્રસ્તુતિ સાથે યાત્રા નીકળશે
વિવિધ સંસ્કૃત ટેબ્લોમા (૧)સંસ્કૃતનું વૈજ્ઞાનિક મહત્વ (સાયન્સ ઇન સંસ્કૃત) (૨) સંસ્કૃત ભાષાની ઉત્પત્તિ અને માહેશ્વર સૂત્રો (૩)પ્રાચીન ભારતની ધરોહર વલભી વિદ્યાપીઠ
(૪) સંસ્કૃત માં રચાયેલ સાહિત્ય વગેરે વિષયો પર ટેબ્લો રજૂ થશે.યાત્રા દરમિયાન સંસ્કૃત ગુરુકુળના વિદ્યાર્થીઓ વેદ જ્ઞાન મંત્રોચ્ચાર સાથે રજૂ કરશે.સમગ્ર યાત્રામાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.યાત્રાના સ્થળે સાર્થક વિદ્યામંદિર સ્કૂલમાં તારીખ 6/ 8/ 25 ના દિવસે સંસ્કૃત પ્રદર્શની, સંસ્કૃત ગ્રંથ પ્રદર્શની અને વિવિધ ચિત્રાત્મક રજૂઆતો રજૂ કરવામાં આવશે. તેમજ હાલ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮ અને ૯ થી ૧૨ માટે વિવિધ સ્પર્ધાઓ જેવી કે સંસ્કૃત શ્લોક ગાન સ્પર્ધા, સ્તોત્ર ગાન સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા વગેરેનું આયોજન થયેલ છે.સંસ્કૃત સપ્તાહ દરમિયાન તારીખ 6 ના રોજ સંસ્કૃત ગૌરવ યાત્રા અને તારીખ 7 ના રોજ સંસ્કૃત સંભાષણદિન અને તારીખ 8 ના રોજ સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી કરવામાં આવશે.
સમગ્ર યાત્રાનો હેતુ રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 અંતર્ગત સંસ્કૃતને ભાષાને મુખ્ય ધારામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધી અનિવાર્ય રૂપે શરૂ રાખવા નો છે.
ગુજરાત સરકાર અને સંસ્કૃત બોર્ડ દ્વારા યોજના પંચકમનો લાભ વિદ્યાર્થીઓ અને ઘર ઘર સુધી સંદેશો પહોંચે તે હેતુસર આ યાત્રા છે.યોજના પંચકમની મુખ્ય બાબતો નીચે મુજબ છે
૧. સંસ્કૃત સપ્તાહ ઉત્સવ યોજના: રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક સંસ્કૃત સપ્તાહ અને રક્ષાબંધનનો દિવસ સંસ્કૃત દિવસ તરીકે ઉજવવાની પહેલ ૨. સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના: વિવિધ સંસ્કૃત કાર્યક્રમ માટે સંસ્થાઓ સંશોધકો અને શિક્ષકોને સંસ્કૃતના પ્રચાર માટે નાણાકીય સહાય
૩. સંસ્કૃત પ્રોત્સાહન યોજના: માધ્યમિક કક્ષાએ સંસ્કૃત માટે વિદ્યાર્થી શિક્ષક અને શાળાઓને પ્રોત્સાહન
૪. શ્રીમદ્ ભગવત ગીતા યોજના: શ્રીમદ ભગવત ગીતા ગ્રંથથી આબાલ- વૃદ્ધ સૌ જીવન જીવવાની સાચી દિશા પર ચિંતન કરતા થાય અને ગીતા કંઠસ્થ કરવા માટે પ્રોત્સાહન.
૫. શતમ સુભાષિત કંઠપાઠ યોજના: નૈતિક મૂલ્યોના સિંચન માટે 100 સુભાષિતો કંઠસ્થ કરવા માટે આબાલ-વૃદ્ધ સૌને પ્રોત્સાહન.
આ કાર્યક્રમ અન્વયે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ તા.30 ના રોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ અધિકારીઓ અને સંસ્કૃત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આ યોજનાઓ વિશે અને એના પ્રચાર પ્રચાર માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
માનનીય કલેક્ટરશ્રીએ તારીખ 6/ 8/ 25 ના રોજ સંસ્કૃત ગૌરવ યાત્રામાં આમ જનતાને જોડાવા માટે જાહેર અનુરોધ કરેલ છે.










