MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વાહન ચોરોનો આતંક: વીશીપરામાંથી ઘર બહાર પાર્ક કરેલું મોટરસાયકલ ચોરાયું

MORBI:મોરબીમાં વાહન ચોરોનો આતંક: વીશીપરામાંથી ઘર બહાર પાર્ક કરેલું મોટરસાયકલ ચોરાયું

 

મોરબી: મોરબી શહેરમાં વાહન ચોરીના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. રવિવારે વધુ એક બનાવ મોરબીના વીશીપરા વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં ઘર પાસે પાર્ક કરેલું મોટરસાયકલ અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા છે.

મોરબીના વીશીપરા, કુલીનનગર-૧ માં રહેતા અને ઈરોસ કારખાનામાં મજૂરી કામ કરતા સમસુદ્દીનભાઈ અકબરભાઈ પઠાણ નામના વ્યક્તિનું બાઈક ચોરાયું છે. તેમણે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ:હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ -રજીસ્ટ્રેશન નંબર: GJ-36-AQ-2780 કિંમત: આશરે ₹20,000/-સમસુદ્દીનભાઈએ પોતાનું મોટરસાયકલ ઘરની બહાર પાર્ક કર્યું હતું, જેનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.ભોગ બનનારની ફરિયાદના આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં સતત વધતી વાહન ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!