TANKARA”ટંકારા ની કુમાર તાલુકા શાળા ખાતે ‘૫૨ મું’ નિ:શુલ્ક પુસ્તક પરબ યોજાયું
TANKARA”ટંકારા ની કુમાર તાલુકા શાળા ખાતે ‘૫૨ મું’ નિ:શુલ્ક પુસ્તક પરબ યોજાયું
૫ જુલાઈ ૨૦૨૦ ના રોજ ચાલું થયેલ ટંકારા પુસ્તક પરબે ૬ એપ્રિલ ૨૦૨૫ ના રોજ નિ:શુલ્ક “૫૨ મું” પરબ યોજેલ. માતૃભાષા અભિયાન, અમદાવાદ ના સહયોગ અને માર્ગદર્શન હેઠળ ચાલતું આ પરબ દર મહિનાના પહેલા રવિવારે કુમાર તાલુકા શાળા ખાતે સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી લોકો માટે ખુલ્લુ મુકવામાં આવે છે
જેમાં આપ વિનામૂલ્યે વાંચવા માટે પોતાના મનપસંદ ગુજરાતી સાહિત્યક, આધ્યાત્મિક, સ્પર્ધાત્મક, પ્રેરણાત્મક અને જીવનપ્રસંગો જેવા પુસ્તકો ઘરે લઈ જઈ શકો છો. જે વાંચીને તમારે એક મહિનામાં પરત કરવાના હોય છે. ગુજરાતી સાથે હિન્દી અને અંગ્રેજી પુસ્તકો નો પણ સમાવેશ થાય છે.
“૫૨ માં પુસ્તક પરબ” નિમિત્તે ૯૨ જેટલા લોકો પુસ્તકો વાંચવા માટે લઈ ગયેલ.આ પુસ્તક પરબનુ આયોજન ધવલભાઈ દેસાઈ, ચેતનભાઈ સાપરીયા, ડૉ. પુજાબેન મેંદપરા, માનસીબેન સોલંકી, ડૉ. નિપાબેન મેંદપરા, હેતલબેન વરુ, પ્રકાશભાઈ ખટાણા, પુનમબેન બાલધા, અમિતભાઈ કોરિંગા, ગીતાબેન સાંચલા, કલ્પેશભાઈ ફેફર, મીરાબેન ભોરણીયા, આર્યનભાઈ જાની દ્રારા નિયમિત દર મહિનાના પહેલા રવિવારે કરવામાં આવે છે.