TANKARA ટંકારામાં હાઇવે રોડપર મોડી રાત્રીના ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
TANKARA ટંકારામાં હાઇવે રોડપર મોડી રાત્રીના ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
ટંકારામાં હાઇવે ઉપર ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક હડફેટે કારનો કૂચડો વળી જતા કાર સવાર બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસ મથકની સામે રાજકોટ – મોરબી હાઇવે ઉપર ગત મોડી રાત્રીના એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર કૂચડો વળી અડધી ટ્રકની અંદર સમાઈ ગઈ હતી. અકસ્માતમાં કાર સવાર અભિષેક વિનોદભાઈ સાવરાણી ઉ.વ. 26 અને હિતેશભાઈ પ્રકાશભાઈ ગેડ ઉ.વ.30ને ગંભીર ઇજાઓ પહોંચી હોય તુરંત જ ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બન્નેને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. આ બન્ને યુવાનો રાજકોટના હોય અને રાજકોટથી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.