MORBI:મોરબી જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગત પિતા ની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો ચંદારાણા પરિવાર.
મોરબી જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગત પિતા ની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો ચંદારાણા પરિવાર.
સ્વ.દિનેશભાઈ નરભેરામભાઈ ચંદારાણા ને પરિવારજનોએ સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી
મોરબી આયુષ સિલેક્શન વાળા હિતેશભાઈ ચંદારાણા ના પિતાજી સ્વ.દિનેશભાઈ નરભેરામભાઈ ચંદારાણા ની અંતિમ ઈચ્છા હતી કે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં ગુરુવાર નો મહાપ્રસાદ યોજવો. સદ્ગત ની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમના શ્રાધ્ધ વિધી નિમિતે તેમના સુપુત્ર હિતેશભાઈ ચંદારાણા સહિતના પરિવારજનો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.આ તકે સદ્ગત ના પરિવારજનોએ તેમના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. શ્રી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, અનિલભાઈ ગોવાણી, જયંતભાઈ રાઘુરા, અમિતભાઈ પોપટ, કિશોરભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.