MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રીએ આગામી ચૂંટણીનો પ્રચાર તેજ કર્યો.

 

MORBI:મોરબીની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રીએ આગામી ચૂંટણીનો પ્રચાર તેજ કર્યો.

 

મોરબીમાં હર્ષ સંઘવીની ગર્જના: “કોર્પોરેટર બનો તો અહંકાર નહીં, લોકોના દુઃખનો ભાર લેજો; લુખ્ખાઓ પર બુલડોઝર ચાલુ રહેશે”



રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે મોરબીની મુલાકાત લઈ આગામી ચૂંટણીઓનો પ્રચાર તેજ કર્યો હતો. મોરબીના ‘કમલમ’ કાર્યાલય ખાતે ભાજપના ઉમેદવારો અને અગ્રણીઓ સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં તેમણે કાર્યકરોને જીતનો મંત્ર આપવાની સાથે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા.

​ચૂંટણી જીત્યા પછીનો મંત્ર: “૨૪ કલાક સેવામાં હાજર રહેજો”ઉમેદવારોને માર્ગદર્શન આપતા હર્ષ સંઘવીએ નમ્રતાનો પાઠ ભણાવ્યો હતો. તેમણે ટકોર કરી હતી કે:
​”કોર્પોરેટર બન્યા પછી મગજ પર અહંકારનો ભાર ન રાખતા, પણ લોકોના દુઃખનો ભાર તમારા ખભે લેજો. રાત્રે ૨ વાગ્યે કે સવારે ૪ વાગ્યે પણ જો કોઈ નાગરિક સમસ્યા લઈને આવે, તો હસતા મુખે તેની મદદ કરવા તૈયાર રહેજો.”
​તેમણે ઉમેર્યું કે ડ્રેનેજ કે સામાજિક પ્રસંગો જેવા નાના કામોમાં પણ લોકોની પડખે ઊભા રહેવું એ જ સાચો જનપ્રતિનિધિ છે. ભાજપની વિશેષતા જણાવતા તેમણે કહ્યું કે, માત્ર આ પક્ષમાં જ બૂથ લેવલનો સામાન્ય કાર્યકર કોર્પોરેટર અને ૨૭ વર્ષનો યુવાન ધારાસભ્ય બની શકે છે.


​મોરબીમાં કાયદો અને વ્યવસ્થા અંગે કડક વલણ અપનાવતા સંઘવીએ જણાવ્યું હતું કે, લુખ્ખા અને ટપોરી તત્વોને કાયદાનું ભાન કરાવી દેવામાં આવ્યું છે. અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણો પર ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર ફરી વળ્યું છે અને આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી તમામ જિલ્લાઓમાં ચાલુ રહેશે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે સમાજની શાંતિ ડહોળનારાઓને બક્ષવામાં આવશે નહીં.
​વિપક્ષો પર પ્રહાર: “કોંગ્રેસ પાસે માત્ર રડવાનો જ સહારો”
​વિરોધ પક્ષોની ટીકા કરતા તેમણે કહ્યું કે, “કોંગ્રેસીઓ પાસે હવે માત્ર રડવાનું જ બાકી રહ્યું છે.” તેમણે દાવો કર્યો કે:
​દાહોદ, સુરત અને વડોદરા સહિતના વિસ્તારોમાં વિપક્ષ સાફ થઈ ગયો છે.મોરબીમાં કોંગ્રેસ કાર્યાલય બહાર માત્ર બેનર છે, ‘પંજો’ ક્યાંય દેખાતો નથી.​સુરતમાં ‘ઝાડુવાળા’ (AAP) નું સફાચટ થઈ ગયું છે.ગુજરાતમાં ૫૨૦ જેટલા ઉમેદવારોએ ફોર્મ ખેંચતા ૭૨૦થી વધુ બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થયો છે.​વેપારીઓનો આભાર માનતા તેમણે જણાવ્યું કે યોજનાકીય ફેરફારોમાં વેપારીઓએ જે સહયોગ આપ્યો છે તે પ્રશંસનીય છે. ગેસના ભાવ હોય કે અન્ય સમસ્યા, સરકાર હંમેશા વેપારીઓની પડખે ઊભી રહી છે અને ભવિષ્યમાં પણ તેમના વિકાસ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ પર ભાર મૂકશે.​અંતમાં, તેમણે કાર્યકરોને આહ્વાન કર્યું કે મોરબીની એક પણ સીટ ભાજપ સિવાય કોઈ પાસે ન જવી જોઈએ. જો કોઈ વિસ્તારમાં ભાજપ નહીં જીતે, તો ત્યાંના વિકાસના કામો રૂંધાવાની શક્યતા રહે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મોરબીમાં એવી ઐતિહાસિક જીત થશે કે ભવિષ્યમાં કોઈ રાજકીય પક્ષ અહીંના નાગરિકોને પોતાના ‘રાજકીય હાથો’ બનાવવાની હિંમત નહીં કરે.

Back to top button
error: Content is protected !!