MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા ૧૯ જુલાઈ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ રહેશે

 

MORBI:મોરબી જિલ્લામાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા ૧૯ જુલાઈ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ રહેશે

 

સરકારશ્રીના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે પ્રોસેસીંગના સાધનો, ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો (વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટસ), દેવીપુજક ખેડૂતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, સરગવાની ખેતીમાં સહાય, વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય, ક્રોપ કવર, ફ્રુટ કવર, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ સહિતની યોજનાઓમાં લાભ લેવા ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા તા. ૧૯/૦૭/૨૦૨૫ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ ( http//ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

બાગાયતદારોને આ વિવિધ ઘટકોમાં સહાય લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ (http//ikhedut.gujarat.gov.in) પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના ખાતે રજૂ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જનાવાયું છે.

Back to top button
error: Content is protected !!