ARAVALLIGUJARATMODASA

BZ ગ્રુપના ભાગેડુ સંચાલક ભૂપેન્દ્ર ઝાલાને ઝટકો : પ્રિન્સિપલ ડીસ્ટ્રીક કોર્ટે ભુપેન્દ્ર ઝાલાના આગોતરા જામીન ફગાવ્યા,ચુકાદા બાદ ગમે ત્યારે થઈ શકે છે ભુપેન્દ્ર ઝાલાની ધરપકડ

ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે એક જ લાઇસન્સ હોવાની માહિતી સામે આવી છે જે માત્ર નાણાં ધીરનાર માટે તલોદ પૂરતુંજ હતું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

BZ ગ્રુપના ભાગેડુ સંચાલક ભૂપેન્દ્ર ઝાલાને ઝટકો : પ્રિન્સિપલ ડીસ્ટ્રીક કોર્ટે ભુપેન્દ્ર ઝાલાના આગોતરા જામીન ફગાવ્યા,ચુકાદા બાદ ગમે ત્યારે થઈ શકે છે ભુપેન્દ્ર ઝાલાની ધરપકડ

BZ કૌભાંડ: ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન નામંજૂર, CIDએ કહ્યું 307 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા, તપાસ ચાલુ

ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે એક જ લાઇસન્સ હોવાની માહિતી સામે આવી છે જે માત્ર નાણાં ધીરનાર માટે તલોદ પૂરતુંજ હતું

ઉપરાત એ પણ માહિતી સામે આવી હતી કે  BZના CEO કોઇ પણ પ્રકારના લાઈસન્સ ધરાવતા નથીં.ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાં ધિરનારનું જ એકમાત્ર લાઇસન્સ જ છે. આ લાઈસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે. નાણાં ધીરનારમાં માત્ર નાણાં આપી શકે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોઇ પણ લાઇસન્સ કે પરમિશન વગર 11 કંપનીઓ ઊભી કરી છે અને રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. રોકાણ કરાવવા માટે એજન્ટોની પણ નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી હતી

આ એજન્ટોને BZ ગ્રુપ દ્વારા વિદેશની ટૂર, દેશમાં પ્રવાસનું પેમેન્ટ, વૈભવી કારની લાલચ, આઇફોન જેવી વસ્તુઓ કમિશન પેટે ગિફ્ટમાં આપી રોકાણકારોને વધુ આકર્ષવા માટે પ્રભાવિત કર્યા છે. રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેન્કો કરતા વધારે વ્યાજ આપવાની લાલચ આપવામાં આવતી હતી. 7થી 18% વ્યાજ આપવાની લોભામણી જાહેરાત કરીને રોકાણકારોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 35 કરોડથી વધુની મિલકત ખરીદી હોવાની માહિતી સામે આવી આ સાથે જ સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું કે, BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા વોલ્વો, પોર્ષ અને મર્સિડિઝ જેવી મોંઘીદાટ ગાડીઓ પણ ખરીદવામાં આવી છે. 2022થી 2024 સુધી પોતાના અને પરિવારના નામ પર 22 સ્થાવર મિલકત ખરીદી છે જેની બજાર કિંમત 30થી 35 કરોડ માનવામાં આવી રહી છે.આ સાથે જ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સીમાં પણ રોકાણ કર્યું હોવાની પણ પ્રાથમિક માહિતી છે. 19 કરોડ જેટલી રકમ 2 એકાઉન્ટમાંથી રોકાણ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સરકારે BZ કૌભાંડ મામલે 49 પીડિતોનો રેકોર્ડ કોર્ટમાં સબમિટ કર્યો છે.

BZ ગ્રુપના ભાગેડુ સંચાલક ભૂપેન્દ્ર ઝાલાને ઝટકો : પ્રિન્સિપલ ડીસ્ટ્રીક કોર્ટે ભુપેન્દ્ર ઝાલાના આગોતરા જામીન ફગાવ્યા સરકારે લગાવેલી GPID અને તેની યોગ્યતા ઉપર સવાલ વચ્ચે કોર્ટનો ચુકાદો પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજના ચુકાદાબાદ હવે ગમે ત્યારે થઈ શકે છે ભુપેન્દ્ર ઝાલાની ધરપકડ આ સમગ્ર અહેવાલ હાલ ચાલી રહેલ તપાસ તેમજ મીડિયા મારફતે તેમજ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રસારિત કરવામાં આવ્યો છે

Back to top button
error: Content is protected !!