GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD- હળવદ નગરપાલિકા પ્રમુખ તથા તમામ પદાધિકારીઓ દ્વારા સેનીટેશન શાખાના કર્મચારીઓને હોળી નિમિતે કીટ વિતરણ કરવામાં આવ્યું 

HALVAD- હળવદ નગરપાલિકા પ્રમુખ તથા તમામ પદાધિકારીઓ દ્વારા સેનીટેશન શાખા ના 130 કર્મચારીઓ ને હોળી નિમિતે કીટ વિતરણ કરવામાં આવ્યું

 

 

હળવદ નગરપાલિકા પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ , ઉપપ્રમુખ સતિષભાઈ પટેલ , કારોબારી ચેરમેન મહેશભાઈ કણઝરિયા, ચીફ ઓફિસર તુષાર આર.ઝાલરિયા સહિત સર્વે સદસ્યો દ્વારા હોળી ધૂળેટી પર્વ નિમિતે સેનીટેશન શાખા ના કર્મચારીઓ ને ખજૂર -ધાણી -દાળિયા ની કીટ વિતરણ કરી અને હોળી ધૂળેટી પર્વ ની શુભકામનાઓ પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે શહેર ને સ્વચ્છ રાખવામાં સેનીટેશન શાખા ના કર્મચારીઓ નો મહત્વ નો ફાળો હોય છે ત્યારે તેઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવતા હોય છે ત્યારે વર્ગ -4 ના કર્મચારીઓ નો સન્માન જળવાઈ તે હેતુ થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ ના પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલ, શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે, મહામંત્રી રમેશભાઈ ભગત સહિત હળવદ નગરપાલિકા ના સર્વે સદસ્યો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ માન્ય પદાધિકારી શ્રી જયંતીભાઈ કવાડિયા સાહેબ તેમજ માન્ય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ તથા દાદાભાઈ ડાંગર, તથા અનિલભાઈ પટેલ તેમજ તમામ આગેવાનો દ્વારા માર્ગદર્શન પૂરું પાડેલ હતું.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા હળવદ નગરપાલિકા ના સર્વે કર્મચારીઓ એ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!