MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તાલુકાના રોટલી ગ્રામ શાળાના આચાર્યનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો !

MORBI:મોરબી તાલુકાના રોટલી ગ્રામ શાળાના આચાર્યનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો !

 

મોટી સંખ્યામાં શિક્ષક ગણ, સ્નેહીજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા!

(રીપોર્ટ:- શ્રીકાંત પટેલ- વાત્સલ્ય સમાચાર- મોરબી)

સરકારી નોકરી એટલે નોકરીમાં જોડાવું અને ૫૮ વર્ષની ઉંમરે નિવૃત્ત થવું એ નિયમ છે જે નિયમ મુજબ મોરબી તાલુકાનાં રોટરી ગામની શાળાના આચાર્ય મણિલાલભાઈ સરડવા વય નિવૃત્તિ છતાં તેમનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો.

જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો, સ્નેહીજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જોગાનુજોગ મણીલાલભાઈ નો જન્મદિવસ હોય જ્યાં ક્રેક કાપીને જન્મદિવસ ઉજવાયો હતો. મણીલાલ ભાઇ ની નિવૃત્તિ તારીખ ૩૧-૫-૨૦૨૬ છે પણ આજ થી વેકેશન શરૂ થઈ ગયું હોય આ સમારોહ વહેલો યોજાયો છે. આ પ્રસંગે મણીભાઈ સરડવા નાં શાળા પ્રત્યે અને શાળાના બાળકો પ્રત્યે નો લગાવ શાળા પ્રત્યેની રુચિ થી ગ્રામજનોએ એક સારા શિક્ષકની ખોટ ચાલશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. સિનિયર શિક્ષક દિનેશભાઈ વડસોલાએ મણીભાઈ ની જીવન ઝરમર જણાવી હતી. મણિલાલભાઈ સાવરકુંડલા નાં જીરા ગામમાં તેઓ શિક્ષક તરીકે જોડાયા હતા અને ત્યાંથી મોરબી જિલ્લામાં આવીને જુદા જુદા ગામમાં શિક્ષક તરીકેની ફરજ બજાવી હતી અને જ્યાં ફરજ બજાવી હતી તે દરેક ગામમાં તેની સુવાસ ફેલાવી હતી. આ સમારોહમાં દરેક ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. દરેક શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.આ મણીલાલ ભાઈએ પચાસ થી વધુ વાર રક્તદાન કર્યું છે. વ્યસનમુક્તિ અભિયાનમાં સારી એવી રુચિ ધરાવે છે. અને નિવૃત્ત થયા પછી સામાજિક પ્રવૃત્તિઓ માં જોડાઈ જવું છે તેઓ તેમનો ઉદગાર રહ્યો હતો આ સમારોહમાં પાટીદાર સમાજના આગેવાનો એ. કે. પટેલ, ડોક્ટર મનુભાઈ કૈલા, જયંતીભાઈ વીડજા, મણીલાલ ભાઇ ( સરવડ) શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, દિનેશભાઈ વરસોલા સહિતનાં શિક્ષકો ગ્રામજનો સરપંચ સહિત મોટી સંખ્યામાં સ્નેહીજનો ઉપરથી રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!