GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના સરા રોડ પર વેપારી દુકાનમાંથી ₹૧.૩૦ લાખના મુદ્દામાલની ચોરી: તસ્કરો સોપારી અને તમાકુનો જથ્થો લઈ ફરાર

 

HALVAD:હળવદના સરા રોડ પર વેપારી દુકાનમાંથી ₹૧.૩૦ લાખના મુદ્દામાલની ચોરી: તસ્કરો સોપારી અને તમાકુનો જથ્થો લઈ ફરાર

હળવદ શહેરના સરા રોડ પર આવેલા સાધના કોમ્પ્લેક્ષમાં સ્થિત એક વેપારી દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ. ૧,૩૦,૦૦૦ ની મતાની ચોરી કરી ફરાર થઈ જતાં વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર, હળવદના સલાટ ફળી ધાંગધ્રા દરવાજા અંદર રહેતા અને વેપાર કરતા રામસંગ બહાદુરસંગ ઠાકુર (ઉં.વ. ૩૮) એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે સરા રોડ પર આવેલ સાધના કોમ્પ્લેક્ષમાં તેમની ‘મયૂર એસ. માણેક’ નામના વેપારની દુકાન આવેલી છે.

દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમે દિવસ કે રાત્રિના કોઈપણ સમયે દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દુકાનમાં રાખેલી ચીજવસ્તુઓમાંથી:

સોપારી: આશરે ૨૩૦ કિલોગ્રામ બાગબાન તમાકુ: ૫૦ ગ્રામના પતરાના ડબ્બા (નંગ-૫૦) આમ, કુલ મળીને રૂ. ૧,૩૦,૦૦૦/- ની કિંમતનો માલસામાન ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.દુકાન માલિકને ચોરી અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક હળવદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ગુનો નોંધાઈ જતાં પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ કાયદેસરની ગુન્હાહિત કાર્યવાહી હાથ ધરી છે અને ચોરને ઝડપી પાડવા માટે આગળની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!