GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રામપર (નવા નાગડાવાસ) ગામે આવેલ સુંદરી ભવાની માતાજીના મંદિરમાંથી રૂ. ૬.૦૨ લાખની ચોરી

 

MORBI:મોરબીના રામપર (નવા નાગડાવાસ) ગામે આવેલ સુંદરી ભવાની માતાજીના મંદિરમાંથી રૂ. ૬.૦૨ લાખની ચોરી

 

મોરબી તાલુકાના રામપર (નવા નાગડાવાસ) ગામે આવેલ રાઠોડ પરિવારના કુળદેવી શ્રી સુંદરી ભવાની માતાજીના મંદિરમાં તસ્કરોએ તાળાં તોડીને રૂ. ૬.૦૨ લાખથી વધુના મત્તાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. તસ્કરો મંદિરના ગર્ભગૃહમાંથી સોના-ચાંદીના દાગીના, ચાંદીની મૂર્તિ અને રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયા છે.

મળતી વિગતો અનુસાર, મૂળ નવા નાગડાવાસના વતની અને હાલ રાજકોટ રહેતા મૌલિકભાઈ કરશનભાઈ રાઠોડ (ઉં.વ. ૪૨) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચોર ઈસમ સામે આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, તસ્કરે મોડી રાત્રિના સમયે મંદિરના પરિસર તેમજ ગર્ભગૃહના દરવાજાના તાળાના નકુચા તોડીને ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ચોર ઈસમ ગર્ભગૃહમાં માતાજીની મૂર્તિ પર ચડાવેલા નાના-મોટા સોના-ચાંદીના દાગીના તથા ચાંદીની મૂર્તિ (અંદાજિત કિંમત રૂ. ૬,૦૦,૦૦૦) અને રોકડા રૂ. ૨,૫૦૦ મળીને કુલ રૂ. ૬,૦૨,૫૦૦નો મુદ્દામાલ ચોરીને નાસી છૂટ્યો હતો.આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા કાયદેસરની તપાસ ચાલુ કરી છે.

Back to top button
error: Content is protected !!