GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં પંચાસર રોડનું કામ અંદાજે બે વર્ષથી ચાલુ!રોડ તૂટવાનું શરૂ ! તો રોડ ની ગુણવત્તા કેવી?

 

MORBI:મોરબીમાં પંચાસર રોડનું કામ અંદાજે બે વર્ષથી ચાલુ!રોડ તૂટવાનું શરૂ ! તો રોડ ની ગુણવત્તા કેવી?

 

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

મોરબીમાં વાવડી રોડ ની ગુણવત્તા અંગે મુખ્યમંત્રી નેં લેખીત રજુઆત કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી એ વાવડી રોડ ની ગુણવત્તા અંગે તપાસ નો આદેશ કર્યો છે. ત્યારે પંચાસર રોડનું કામ છેલ્લા બે વર્ષથી ચાલુ છે. છતાં પણ પૂર્ણ થયું નથી. અને કામ ચાલું છે ત્યાં રોડ તૂટવાનું શરૂ થયું છે તો આ પંચાસર રોડ ની ગુણવત્તા અંગે શંકા થાય તે સ્વાભાવિક છે. ત્યારે વાવડી રોડ ની તપાસ એક જાગૃત નાગરિક દ્વારા માંગવામાં આવી છે. ત્યારે પંચાસર રોડ ઉપર એક આવા જાગૃત નાગરિક ની જરૂર છે કેમકે તે આ પંચાસર રોડ ની ગુણવત્તા અંગે મુખ્યમંત્રી નેં રજુઆત કરી શકે.

મોરબી માં જયારે રોડ બનાવવા ની શરૂઆત થાય છે ત્યારે ગુણવત્તા નાં મોટા બણગાં ફોડે છે પણ સમયાંતરે રોડ ની ગુણવત્તા નબળી હોય છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે અને આવું જ મોરબી શહેર નાં પંચાસર રોડ નું છે. સૌથી સારી ગુણવતા વારો રોડ જેને કહેવામાં આવી રહ્યો છે તે પંચાસર રોડનું કામ ચાલુ થયાના અંદાજિત બે વર્ષ કરતા પણ વધુ સમય થઈ ગયો છે. ત્યારે રોડ પૂર્ણ થયો નથી ત્યાં આ રોડ તૂટવાનું ચાલુ થઈ ગયું છે. એટલે થીંગડા કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને હાલ મોરબીમાં થોડુંક માવઠું પડ્યું ત્યાતો રોડ પર પાણી ભરાઇ ગયા છે . મોરબી પંચાસર રોડ ના લોકો હવે ત્રાહિમામ પુકારી ગયા છે કે આના કરતા આ રોડનું કામ ચાલુ ના કર્યું હોત તો સારું હતું આવું સ્થાનિક સોસાયટીના લોકો બળાપો કાઢી રહ્યા છે. પણ કોઈ લેખીત રજુઆત કરીને તપાસ માંગતા નથી એટલે જ પીપુડી નો અવાજ કોઈ સાંભળતું નથી. વર્ક ઓર્ડર માં કામ નો સમય ગાળો આપ્યો છે તે સમય મર્યાદામાં કામ પુરૂં ન થયું હોય તો નિયમ મુજબ પેનલ્ટી વસુલ કરવી જોઈએ પણ જવાબદાર અધિકારી ની નિયત માં ખોટ છે તેવું લાગી રહ્યું છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!