TANKARA:ટંકારાના નાના ખીજડીયા ગામે પોલીસ કેસ કરાવ્યો હોવાની શંકા રાખી યુવકને પાંચ શખ્સોએ માર માર્યો
TANKARA:ટંકારાના નાના ખીજડીયા ગામે પોલીસ કેસ કરાવ્યો હોવાની શંકા રાખી યુવકને પાંચ શખ્સોએ માર માર્યો
ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે રહેતા યુવાને પોલીસ કેસ કરાવ્યો હોવાની શંકા રાખી પાંચ શખ્સોએ યુવાન તેમજ તેમના પત્ની ઉપર હુમલો કરી માર મારતા ડરી ગયેલા યુવાને જાતે જ ફીનાઇલ ગટગટાવી લેતા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારના નાના ખીજડિયા ગામે રહેતા અને મજૂરીકામ કરતા ભરતભાઇ મનસુખભાઇ ગોહિલ નામના યુવાને આરોપીના મામા વિરુદ્ધ પોલીસ કેસ કરાવ્યો હોવાની શંકા રાખી આરોપી હિમેશ નરોતમભાઇ ચૈાહાણ, હિરેન પરસોતમભાઇ ચૈાહાણ, ગૈારવ આલજીભાઇ ચૈાહાણ, નરોતમભાઇ વાધજીભાઇ ચૈાહાણ અને ગૈારીબેન નરોતમભાઇ ચૈાહાણ રહે. બધા નાના ખીજડીયા વાળાઓએ હુમલો કરી ભરતભાઇ અને તેમના પત્નીને ઢોર માર માર્યો હતો. વધુમાં આરોપીઓએ કરેલા હુમલા બાદ ડરી ગયેલા ભરતભાઇને આરોપીઓ જાનથી મારી નાખશે તેવો ડર લાગતા ભરતભાઈએ જાતે ફીનાઇલ પી લેતા આ બનાવ અંગે ટંકારા પોલીસે ભરતભાઇ ગોહિલની ફરિયાદને આધારે ગન્હો નોંધી તપાસ શરૂ કરી છે.