MORBI:મોરબીમાં પણ નકલી અને એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ સામે સઘન તપાસની ઉઠતી માંગ

MORBI:મોરબીમાં પણ નકલી અને એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ સામે સઘન તપાસની ઉઠતી માંગ
સમગ્ર રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નકલી તથા એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ બનાવતા અને વેચતા તત્વો સામે કડક હાથ ધરીને હાથ ધરાયેલી મેગા ડ્રાઇવને પગલે ખાદ્ય બજારમાં ભારે ચકચાર મચી ગઈ છે. રાજ્યભરમાં આશરે ૮૪૨થી વધુ વેપારીઓ તથા એકમો પર પાડવામાં આવેલા દરોડા બાદ હવે મોરબી જિલ્લામાં પણ આવી જ રીતે સઘન ચેકિંગ અને તપાસ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે.
પનીર, ચીઝ, બટર અને માવા સહિતની વિવિધ ડેરી પ્રોડક્ટ્સમાં મોટા પાયે ગેરરીતિ અને એનાલોગ (સિન્થેટિક/મિલાવટી) સામગ્રીના વપરાશની શક્યતાઓને જોતાં મોરબીવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. લોકોની માંગ છે કે માત્ર મોટા શહેરો જ નહીં, પરંતુ મોરબી શહેર સહિત વાંકાનેર, ટંકારા, હળવદ અને માળિયા (મિયાણા) તાલુકાના વિસ્તારોમાં પણ વહેલી તકે દરોડા પાડવામાં આવે.
વિશેષ કરીને નીચે મુજબના સ્થળોએ વ્યાપક તપાસ હાથ ધરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી રહી છે:હોટેલ અને રેસ્ટોરન્ટ જંક ફૂડ, પિઝા, પનીર શાક વગેરેમાં વપરાતા પ્રોડક્ટ્સનું ચેકિંગ.મીઠાઈની દુકાનો અને ડેરીઓ: માવો, પનીર અને ઘીના જથ્થાની ચકાસણી.કેટરિંગ સર્વિસ અને જથ્થાબંધ વેપારીઓ: મોટા પાયે સપ્લાય થતા રો-મટીરિયલના સેમ્પલિંગ.જિલ્લાના જાગૃત નાગરિકો અને સામાજિક અગ્રણીઓનું માનવું છે કે કોઈ પણ પ્રોડક્ટ ‘નકલી છે કે અસલી’ તેનો ચોક્કસ જવાબ માત્ર દેખાડા ખાતર કરાતા દરોડાથી નહીં, પરંતુ તટસ્થ વૈજ્ઞાનિક અને લેબોરેટરી તપાસથી જ મળી શકે. તેથી તંત્ર દ્વારા વિવિધ સ્થળોએથી શંકાસ્પદ સેમ્પલ લઈને તેને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવે.પ્રજાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરનાર અસામાજિક અને વેપારી તત્વો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તથા આ તપાસના પરિણામો (રિપોર્ટ) પણ જાહેર જનતા સમક્ષ પારદર્શક રીતે મૂકવામાં આવે તેવી જોરદાર માંગણી ઉઠી રહી છે.









