GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI:મોરબી ફાયર ટીમ દ્વારા ત્રણ અલગ અલગ ટીમ બનાવી બે રેસ્ક્યુ એક ફાઇર ત્રણ ઓપરેશન પાર પાડયા

 

MORBI:મોરબી ફાયર ટીમ દ્વારા ત્રણ અલગ અલગ ટીમ બનાવી બે રેસ્ક્યુ એક ફાઇર ત્રણ ઓપરેશન પાર પાડયા

 

 

મોરબી ફાયર ની ટીમ દ્વારા આજેએક જ દિવસમાં એક ફાયર અને બે રેસ્ક્યુ ઓપરેશન કર્યા છે. જેમાં આજરોજ 101 ફાયર કંટ્રોલરૂમમાં બે રેસક્યુના અને એક ફાયર નો કોલ આવેલ હતો ત્યારે ફાયર ની ટીમ દ્વારા ત્રણ અલગ અલગ ટીમ બનાવી ત્રણેય ઓપરેશન પાર પાડયા છે..

આ અંગે મળતી માહિતી મુજબ પ્રથમ કોલ સવારે 8:00 વાગે ટંકારા તાલુકાના જીવાપર ગામથી ચાર કિલોમીટર અંદર વાડી વિસ્તારમાં 60 ફૂટ ઊંડા કુવા માંથી ફાયર ટીમે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો. બીજા કિસ્સામાં લાલપુર ડમ્પિંગ યાર્ડ ની બાજુમાં કચરાના ઢગલામાં આગનો કોલ મળેલ હોય ત્યારે ફાયર ની ટીમ દ્વારા ક્યાં તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ત્રીજા કિસ્સામાં વિરપુર લજાઈ પાસે તળાવમાં ડૂબી જતા ગામ લોકોની મદદથી 60 વર્ષીય કનુભાઈ ભુરીયા નામના વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. ત્યારે આમ આજરોજ ફાયર ની ટીમ દ્વારા ત્રણ અલગ અલગ ટીમ બનાવી ત્રણ અલગ અલગ ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે

Back to top button
error: Content is protected !!