GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વાવડી રોડ પર લુડો ગેમ પર જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

 

MORBI:મોરબીમાં વાવડી રોડ પર લુડો ગેમ પર જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

શહેરમાં વાવડી રોડ પર જાહેરમાં લુડો ગેમ પર હારજીતનો જુગાર રમી રહેલા ત્રણ ઇસમોને મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૬,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટીમ વાવડી રોડ પર આવેલા ‘ઠાકર ધણી ટી સ્ટોલ’ સામેથી પસાર થઈ રહી હતી, ત્યારે ત્યાં ત્રણ ઇસમો ગોળ કુંડાળું વળીને શંકાસ્પદ હાલતમાં બેઠેલા નજરે પડ્યા હતા. પોલીસે નજીક જઈને તપાસ કરતા આ ત્રણેય શખ્સો પોતાના મોબાઈલમાં લુડો ગેમ એપ્લિકેશન પર પૈસાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ઝડપાયેલા આરોપીઓ ૧. નંદલાલ લખમણભાઈ રૈયાણી (ઉં.વ. ૪૧) – રહે. શનાળા રોડ, માર્કેટીંગ યાર્ડ કેન્ટીન રૂમમાં (મૂળ રહે. સજનપર ધુનડા ગામ) ૨. બીલાલ આદમભાઈ લંધા (ઉં.વ. ૩૫) – રહે. રણછોડનગર, નીધી પાર્ક સોસાયટી, મોરબી ૩. નઈમ નુરમામદભાઈ ચાનીયા (ઉં.વ. ૨૪) – રહે. વિસીપરા, મોરબી મુદ્દામાલ અને પોલીસ કાર્યવાહી પોલીસે ઘટનાસ્થળેથી આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૧,૫૦૦ તથા રૂપિયા ૫,૦૦૦ની કિંમતનો ૧ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૬,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!