MORBI:મોરબી વસુંધરા હોટલ નજીક ખુલ્લા મેદાનમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા





MORBI:મોરબી વસુંધરા હોટલ નજીક ખુલ્લા મેદાનમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી: શહેરના બી ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન વસુંધરા હોટલ નજીક આવેલ એક ખુલ્લા મેદાનમાં કેટલાક શખ્સો ગંજીપત્તાના પાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા ત્રણ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ઇબ્રાહીમ ઉર્ફે ડાડો આદમભાઇ ચનાણી (ઉં.વ. ૨૬, રહે. કાંતિનગર, મોરબી-૨) ઇબ્રાહીમભાઇ હાજીભાઇ જામ (ઉં.વ. ૨૩, રહે. કાંતિનગર, મોરબી-૨) સુનીલભાઇ મનસુખભાઇ ઉપચારીયા (ઉં.વ. ૨૫, રહે. રવાપર (નદી), તા.જિ. મોરબી) પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રૂ. ૩,૦૫૦/- ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. હાલમાં આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



