MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા

 

MORBI:મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા

અરજદાર ખેડૂતો સહાયથી વંચિત ન રહી જાય તે માટે ખરીદી કે વાવેતરના બિલો સાથેની દરખાસ્ત સમયમર્યાદામાં રજૂ કરવા અનુરોધ

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત જે ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરી પૂર્વ મંજૂરી મેળવેલ છે, પરંતુ હજુ સુધી જરૂરી સાધનિક કાગળો કચેરીએ રજૂ કર્યા નથી; તેવા તમામ અરજદારો સહાયના લાભથી વંચિત ન રહી જાય તે હેતુથી પૂર્વ મંજૂરી મેળવેલ તમામ બાગાયતદારોએ નિયત સમયમર્યાદામાં ખરીદી કે વાવેતર પ્રક્રિયા પૂર્ણ કરી, તેના અસલ બિલો સહિતના અન્ય જરૂરી આધાર-પુરાવાઓ સાથેની દરખાસ્ત ‘નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી’ ના સરનામે અચૂક રજૂ કરવાની રહેશે.

 

લાભાર્થી ખેડૂતોએ સૌપ્રથમ આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ (http://ikhedut.gujarat.gov.in) પર પોતાની અરજીની વિગત મુજબના જરૂરી સાધનિક કાગળો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ, ખરીદી કે વાવેતરના બિલો અને અન્ય દસ્તાવેજો સાથેની ભૌતિક દરખાસ્ત ઉપરોક્ત લાલબાગ સ્થિત કચેરી ખાતે જમા કરાવવાની રહેશે. આ યોજનાકીય સહાય અંગે વધુ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે ખેડૂત મિત્રો કચેરીના સત્તાવાર ફોન નંબર ૦૨૮૨૨-૨૪૧૨૪૦ પર સંપર્ક સાધી શકે છે તેવું મોરબી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

 

Back to top button
error: Content is protected !!