GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઘૂટું ગામની સીમમાં થ્રેસરમાં માથું આવી જતાં શ્રમિક મહિલાનું કરુણ મોત

 

MORBI:મોરબી ઘૂટું ગામની સીમમાં થ્રેસરમાં માથું આવી જતાં શ્રમિક મહિલાનું કરુણ મોત

 

​મોરબી: મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાં ખેતીકામ દરમિયાન એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો છે. વાડીમાં થ્રેસર (હલર) પર કામ કરી રહેલી એક મહિલાનું માથું અકસ્માતે મશીનમાં આવી જતાં ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.


​મળતી માહિતી મુજબ, ઘૂટું ગામની સીમમાં આવેલી વાડીમાં રહીને મજૂરી કામ કરતા પાર્વતીબેન મુકેશભાઈ ડામોર નામના મહિલા શ્રમિક આજે વાડીમાં થ્રેસર વડે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમનું માથું થ્રેસરમાં આવી ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાને જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
​બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલમાં પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક શ્રમિક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Back to top button
error: Content is protected !!