MORBI:મોરબીના જાંબુડીયા નજીક સિરામિક કારખાનામાં કરંટ લાગતા શ્રમિકનું કરુણ મોત




MORBI:મોરબીના જાંબુડીયા નજીક સિરામિક કારખાનામાં કરંટ લાગતા શ્રમિકનું કરુણ મોત

મોરબી: મોરબીના સિરામિક હબ ગણાતા જાંબુડીયા ગામની સીમમાં એક કરુણ દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલ એક સિરામિક એકમમાં કામ દરમિયાન વીજ કરંટ લાગતા એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે, જેના કારણે શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ ‘મેક્ષ ગ્રેનીટો સિરામિક’ નામના કારખાનામાં આ ઘટના બની હતી. અહીં લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા સુમીતકુમાર શ્યામનારાયણ ચૌહાણ (ઉં.વ. ૨૩) નામનો યુવાન ગ્લેજ લાઇન પર પોતાની ફરજ બજાવી રહ્યો હતો.કામ દરમિયાન અચાનક કોઈ અગમ્ય કારણોસર તેને જીવંત વીજ વાયરનો જોરદાર શોર્ટ લાગ્યો હતો. ઈલેક્ટ્રીક કરંટ એટલો ભયાનક હતો કે યુવાન ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો. આસપાસના અન્ય કામદારો તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ કમનસીબે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.આ બનાવ અંગેની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, અકસ્માતે મૃત્યુ અંગેની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે




