GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકામાં ગુજરાત સરકાર દ્વારા ટર્ન ટેબલ લેડર ૨૭ મી. વાહનની ફાળવણી કરવામાં આવી

MORBI:મોરબી મહાનગરપાલિકામાં ગુજરાત સરકાર દ્વારા ટર્ન ટેબલ લેડર ૨૭ મી. વાહનની ફાળવણી કરવામાં આવી

 

 

મોરબી મહાનગરપાલિકામાં ગુજરાત સરકાર દ્વારા ટર્ન ટેબલ લેડર ૨૭ મી. વાહનની તા.૧૮/૦૬/૨૦૨૫ના રોજ ફાળવણી કરવામાં આવી છે. જેના સાથે મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખાની સુવિધામાં વધારો થયો છે.

આ ટર્ન ટેબલ લેડર એક પ્રકારનું ફાયર ફાઈટીંગ વાહન છે. જે ઉંચી ઈમારતોમાં આગ બુઝાવવાનું કામ કરે છે. આ વાહનમાં એક રોટેટીંગ પ્લેટફોર્મ હોય છે. જેના ઉપર લેડર લગાવવામાં આવે છે. અંદાજે ૨૭ મીટરનું આ લેડર લગભગ ૦૯ માળ જેટલી ઉંચાઈએ પહચી શકે છે.

આ વાહનની લાક્ષણિકતાઓની વાત કરીએ તો મીડીયમ કોમર્શીયલ વાહન ચેસીસ આધારિત આ વાહન ટર્ન ટેબલ લેડરને ૩૬૦ ડીગ્રી ફેરવવાની ક્ષમતા અને બે થી ત્રણ ફાયર ફાઈટર સાથે સુરક્ષાના સાધનોની લોડ ક્ષમતા ધરાવે છે. આ વાહનમાં મોનીટર અથવા પંપ સપોર્ટેડ નોઝલની મદદથી પ્લેટફોર્મ કે કેજ થી પાણીનો જેટ ચલાવવામાં આવે છે.

મુખ્ય ઉદેશ્ય ઉંચી ઈમારતોમાં આગ લાગી હોઈ ત્યારે, બચાવ કામગીરી માટે(જેમ કે, ફસાયેલા લોકોને બહાર લાવવા) તથા ઊંચા બિલ્ડીંગમાં બહારથી પાણી છાંટવા માટે આ પ્રકારના વાહનનો ઉપયોગ કરવામાં આવે છે. રોટેશન, એન્ગલ, લંબાઈ અને ઉંચાઈ હાઇડ્રોલિક સીસ્ટમથી નિયંત્રિત કરી શકાય છે. તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો.ડેપ્યુટી કમિશનર મોરબી મહાનગરપાલિકા

Back to top button
error: Content is protected !!