MORBIMORBI CITY / TALUKO

મોરબીના લાલપર ગામે વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં બાવળની કાંટમાં છુપાવીને રાખેલ વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ મથકના પી આઈ કે જે વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના દિવ્યરાજસિંહ જાડેજા અને ભગીરથભાઈ લોખીલને બાતમી મળી હતી કે લાલપર ગામની સીમમાં આવેલ શૈલેષ કાંટા પાછળ બાવળની કાંટમાં બે સખ્શોએ વિદેશી દારૂ અને બીયરનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૬૦ કીમત રૂ.૨૫૨૦૦, બીયરના ટીન નંગ ૪૮ કીમત રૂ.૪૮૦૦ અને પાઉંચ નંગ ૯૬ કીમત રૂ.૯૬૦૦ સાથે આરોપી જગદીશભાઈ સાધાભાઈ સવસેટા અને મોહિતસિંહ અશોકસિંહ જાડેજાને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!