GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના હરબટીયાળી ગામે પાણીની પાઈપ લાઈન બાબતે બે પરિવાર સામસામે બાખડયા

TANKARA:ટંકારાના હરબટીયાળી ગામે પાણીની પાઈપ લાઈન બાબતે બે પરિવાર સામસામે બાખડયા

 

 

હરબટીયાળી ગામની સીમમાં વાડીએ પાણીની પાઈપલાઈન બાબતે ખોદકામ કરતા હોય જે સારું નહિ લાગતા માથાકૂટ થવા પામી હતી અને બાદમાં બે પક્ષ સામસામે બાખડી પડ્યા હતા જેમાં છુટા હાથની મારામારી કર્યા બાદ બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે

મૂળ હરબટીયાળી હાલ રાજકોટ રહેતા કીર્તિભાઈ ટપુભાઈ સંઘાણીએ આરોપીઓ પંકજ ખીમજીભાઈ સંઘાણી, રજનીકાંત ખીમજી સંઘાણી, કલ્પેશ ખીમજી સંઘાણી રહે બધા હરબટીયાળી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કૌટુંબિક ભાઈ ખુશાલભાઈની પાણીની પાઈપલાઈન આરોપીઓ ખોદકામ કરી કાપતા હતા જેથી ખુશાલભાઈએ ના પાડતા સારું નહિ લાગતા આરોપીઓ ખુશાલભાઈ, નૌતમભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરી ઢીકા પાટું માર મારતા હતા અને કિર્તીભાઈ છોડાવવા જતા પથ્થરનો છૂટો ઘા મારી ઈજા કરી લાકડી લઈને આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સામાપક્ષે મૂળ હરબટીયાળી હાલ રાજકોટ રહેતા રજનીકાંત ખીમજી સંઘાણી એ આરોપીઓ ખુશાલ જેઠાભાઈ સંઘાણી, નૌતમ ટપુભાઈ સંઘાણી અને કીર્તિ ટપુભાઈ સંઘાણી રહે હરબટીયાળી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને પંકજ પોતાની વાડીએ જતા પોતાની વાડીમાંથી ખુશાલભાઈની પાણીની લાઈન નીકળતી હોય જે કાઢવાની હોય પરંતુ કાઢી નહિ અને ભાઈ પંકજ ચાલીને બીજી વાડીએ જતો હતો ત્યારે બોલાચાલી કરી ગાળો આપી છુટા હાથની મારામારી અને લાકડી વડે માર મારી ફરિયાદી અને પંકજને ઈજા કરી હતી ટંકારા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!