GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ત્રાજપર ગામે જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત બે ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના ત્રાજપર ગામે જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત બે ઈસમો ઝડપાયા
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત બે ઈસમો સંજયભાઈ ભુરજીભાઈ દુદકીયા (ઉ.વ.૩૦) રહે. વીસીપરા વિજયનગર સન રાજરાઇઝ પાર્કની પાસે તથા મંજુબેન ગોરધનભાઈ વરાણીયા (ઉ.વ.૪૩) રહે. ત્રાજપર છેલ્લી શેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.