GUJARAT

સંસ્થાઓના હોદેદારો અને સભ્યોમાં સંયમ અને સમજણ અનિવાર્ય અને સમજણની જરૂર

આપણી સંસ્કૃતિ મુજબ  રોજ બરોજનુ જીવન હોય કે આધ્યાત્મીક પ્રગતી કરવી હોય એ બંને માટે સંયમ અને સમજણની ખૂબ જરૂરી છે સંયમ માટે પણ આપણા શાસ્રો કહે છે કે સમાજમાં દરેક પ્રકારના અનુભવ લઇને બેઠેલા અગણીત લોકો હોય છે તે જુઓ સમજો અને તેમના સારા નરસા અનુભવો મુજબ સારૂ હોય એ અપનાવો  દૂર રહેવા જેવી બાબતોથી દૂર રહો હા દમન નહી સમજણ સાથેનો સંયમ જરૂરી છે

કુદરતે પુરૂષ અને સ્રી બનાવ્યા છે બંને એક બીજાના પુરક છે દુખી થવા ય બંને જરૂરી સુખી થવાય બંને જરૂરી પરંતુ કુદરતે બુદ્ધિ  જેવી વ્યવસ્થા કરી છે જેથી માણસ ને સારા નરસાનુ ભાન કરી શકે

હવે તમે જ જેમ આવે તેમ વર્તો મર્યાદા નેવે મુકો તો પરીવારના બીજા કોઇ સભ્ય એવુ કરવા પ્રેરાય છે તેમજ ખૂબ અગત્યની વાત એ છે કે સહેલાથી થઇ શકે એવુ કોઇ નૈતિક રીતે અયોગ્ય હોય તે ન કરવુ ખૂબ અઘરૂ છે  અને કરવુ તો ખૂબ જ સહેલુ જ છે ને? થોભી ગયા નહી એ વખતે તો ….ઉત્પાત ઉત્પાત….

બીજી એક વાત કે કોઇ ફીલ્મ મા એવો સંવાદ હતો કે એકબાર………..સે પ્યાર હો જાતા હેૈ તો એકબાર  …………..સે પ્યાર ખો ક્યુ જાતા હૈ…… મુજબ કોઇની ટીકા અહી અસ્થાને છે અને વ્યક્તી સ્વાતંત્ર્યની વાત એવી પણ છે કે તમને ન મળી એટલે દ્રાક્ષ ખાટી છે? પુરૂષ અને સ્રીના સંબંધોને તંદુરસ્ત સંબંધ જ સમજાય જો તે તંદુરસ્ત સંબંધ હોય તો……બાકી ચાર છ મહીનામાં ઝગડા થવા લાગે એકબીજા હાવી થવા માંડે  ગામ ગજવે …….તે કેટલે અંશે યોગ્ય છે? અમુક લોકો કંઇક મેળવવા કે પામવા કોઇ સાથે સંબંધ રાખે એ ગરજ સરે પછી ઝઘડા કરે તો તે સંબંધ તકલાદી છે ને? ઇચ્છાઓ અને તૃષ્ણાઓનો અંત નથી  અભિમાન ઘવાય એટલે છંછેડાય જાય તેવા પણ અનેક લોકો છે  કંઇ તક ન મળતી હોય અને  વરસો સુધી સાચવીને જીવન જીવ્યા હોય  અને ક્યારેક ઓચીંતાના લપસી જવાય એવુ પણ બને …….બાદમા આ ક્ષણીક  સુખ બાદ મનમા ઓચીંતો વૈરાગ્ય ઉભો થાય પછી છબી ઉજળીકરવા નીકળનારાઓ એ જાણતા નથી કે આ જે બન્યુ હતુ છાનુ છાનુ એ બ્લેકબોર્ડ ઉપરનુ લખાણ નથી કે ડસ્ટરથી ભુંસી શકાશે …..માટે જ સંયમનુ મહત્વ આવે છે ……બાકી ખુશીથી એકબીજાના જીવનમા ઘટતુ કોઇ પાત્ર પુરૂ કરતુ હોય તો એવા કોઇપણ સંબંધ સામે કોઇને શું? એ એનુ કરે છે તમે તમારૂ કરો…….એ ભાવથી કેમ આપણે નથી રહી શકતા………કાચની પાછળ રહી પ્રતિબિંબ શોધવાના હવાતીયા મારતા ય અનેક લોકો છે અનૈતીકતાની દુહાઇ દઇને તક મળતે કંઇ છોડે નહી એવાય લોકો છે પુરૂષ સ્રી પોતે કે પરીવારના સભ્ય દ્વારા કોમ્પ્રોમાઇઝ કરે…….કે પરીવારના સભ્યને પોતાના સ્વાર્થ માટે કોમ્પ્રોમાઇઝ કરાવે ……..તેવુ  પણ  બની શકે છે….પણ સમજવાની એ જરૂર છે કે દરેકની અપેક્ષાઓનુ માપ જુદુ જુદુ હોય છે કોઇ સીંગદાળીયામાં સંતોષ માને કોઇ મલાઇ કોફતાથી સંતોષ માને  કોઇ હોદાની અપેક્ષા રાખે કોઇ તેની સમક્ષ કોઇ સમર્પણ કરે તન મન ધન મા થી ગમે તે એકનુ તેવુ પણ મન બનાવીને બેઠા હોય…..આ બધી બાબતોને કોઇ જુદી જુદી રીતે મુલવે છે કોઇ હવા દે કોઇ તાપણુ શેકે………પણ આપણે અંદર ઝાંખ્યુ કે હુ નૈતીકતાના માપદંડમા ક્યા છુ? ગામ એવુ કહે કહે એ વેલો જ કડવી તુંબડીનો છે…….અને જો આંબો બનાવો તો ખ્યાલ આવે કે ફોરવર્ડના નામે તમારી ઘેલછા  ઉલળી  ઉલળીને દેખાય છે તે ઉછળવુ …..અટકાવવુ પરીપક્વ થવુ સમજવુ અને સંયમ રાખવો અને જરૂર પડે  ભલે  જર્ની વીધીનના સ્તરની  ક્ષમતા ન હોય પણ અંદર ઝાંખવા પુરતુ થોભી જાવ તો બીજાના મોઢે ગરણા બાંધવા ન જવુ પડે અને જ્યારે ત્યારે આ જોઇએ ને પેલુ જોઇએ એવા રસના ઘોયા ન થઇએ તો સામાજીક મુલ્ય વધી શકે છે ……….બીજુ કારણ વગર કઇ જ થતુ નથી આપણી સંસ્કૃતિ કાર્ય અને કારણની થીયરી ઉપર ચાલે છે…….વારસાગત વેલા……..અંગે જરૂર પડ્યે આગામી ડીજીટલી અપલોડ કરવા માટેના આધારો હાથવગા થઇ રહ્યા છે…….એક વાત ધ્યાન આપવા જેવી એ પણ છે કે બાળકોને જીવનમા શુ કરાય અને શું ન કરાય તેનો વારસો આપવો જરૂરી છે  કેમકે યોગ્ય શુ અયોગ્ય શું એ વાત બાળક બુદ્ધિ ન પણ જાણતુ હોય…..વળી ઓશો કહે છે તેમ આ ન કરવુ પેલુ ન કરવુ એ કહો છો પણ બાળકોને શું શું કરવુ? તે કહો છો? આપણા સ્વાનુભાવને ગુંથીને બાળકોને અનુભવનુ ભાથુ આપી શકાય છે.

_______________

હવે બીજી વાત ગત ૮ મે ના વર્લ્ડ રેડક્રોસ ડે હતો

ત્યારે

હાલાર સહિત સમગ્રપણે તે ઉજવણીઓ થઇ ફોટા પડાયા મોકલાયા બધુ સરસ રીતે થયુ……ત્યારબાદ કંઇ થયુ ગતુ? એ જાણવા અમુક લોકો રસસભર અનુમાનો કરે છે  આ સંસ્થા સેવાનો પર્યાય છે બીજા વિશ્ર્વયુદ્ધ બાદ સંવેદનામાથી જન્મેલી સંસ્થા છે. માટે સંવેદના જરૂરી છે પરંતુ આચરણ જાળવી રાખનારા વીરલાઓ જામનગરમાં આ સંસ્થાનુ ગૌરવ જાળવે છે.

 

_______….._________

— રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

પત્રકાર

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi)

જામનગર

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!