GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપરથી બે ઈસમો વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયા 

 

MORBI:મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપરથી બે ઈસમો વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયા

 

મોરબીમાં હાલ દેશી-વિદેશી દારૂ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે વધુ એક વિદેશી દારૂના જથ્થા સાથે કન્ટ્રકશન કામના ધંધાર્થી સહિત બે યુવકો વિદેશી દારૂની ૮ બોટલ સાથે પકડાયા હતા. દારૂ સપ્લાય કરનાર આરોપીનું નામ ખુલવા પામ્યું હતું.

ઉપરોક્ત બનાવની મળતી વિગતો મુજબ એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રવાપર-ઘુનડા રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલ બે ઇસમોને રોકી તેની પાસે રહેલ થેલો ચેક કરતા થેલામાંથી વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડની કુલ ૮ બોટલ મળી આવી હતી, આ સાથે આરોપી જયદીપભાઈ પ્રભુભાઈ દલસાણીયા ઉવ.૩૨ રહે.મોરબી રવાપર રોડ વિવેકાનંદનગર-૨ તથા દેવરાજભાઈ બાબુભાઇ છુસીયા ઉવ.૨૫ રહે.મોરબી લીલાપર રોડ ખડીયાવાસવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી. આ વિદેશી દારૂનો જથ્થો મોરબી વજેપરમાં રહેતા અરવિંદ બાટી પાસેથી મેળવ્યો હોવાનું બંને આરોપીઓ દ્વારા કબુલાત આપતા ઉપરોક્ત આરોપીને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!