MORBI:મોરબી શનાળા રોડ પરથી વિદેશી દારૂ જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા




MORBI:મોરબી શનાળા રોડ પરથી વિદેશી દારૂ જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી: શહેરના એ-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ જ્યારે શનાળા રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમીના આધારે ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસ ટીમ શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડના ગરબી ચોક પાસેથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલા એક એક્ટિવા (નંબર GJ-36-AQ-0041) ને અટકાવવામાં આવ્યું હતું. વાહનની તલાશી લેતા તેમાંથી પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૬ બોટલો મળી આવી હતી.પોલીસે સ્થળ પરથી બે શખ્સોની અટકાયત કરી છે:ઉર્વરાજસિંહ ઉર્ફે ઉર્વિષ હકુભા ઝાલા (ઉંમર વર્ષ ૨૬)મનોજ ઉર્ફે મિસ્ત્રી કિશોરભાઇ થારેચા (ઉંમર વર્ષ ૫૨) જપ્ત કરેલી વસ્તુઓ:વિદેશી દારૂ: ૧૬ બોટલ (કિંમત રૂ. ૧૦,૨૪૦)એક્ટિવા: (કિંમત રૂ. ૫૦,૦૦૦)કુલ મુદ્દામાલ: રૂ. ૬૦,૨૪૦ મોરબી એ-ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, દારૂનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


