MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી-કંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: મદદ માટે ઉભેલી એસ.ટી. બસને ટ્રકે પાછળથી ઠોકી, બે મહિલાઓ ઈજાગ્રસ્ત

 

MORBI:મોરબી-કંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: મદદ માટે ઉભેલી એસ.ટી. બસને ટ્રકે પાછળથી ઠોકી, બે મહિલાઓ ઈજાગ્રસ્ત

કંડલા-મોરબી નેશનલ હાઈવે પર માળિયાના હરીપર ગામની ગોલાઈ પાસે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. માનવતા દાખવી અન્ય મુસાફરોની મદદે ઉભેલી એસ.ટી. બસને પાછળથી આવી રહેલા એક બેફામ ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર બે મહિલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જે અંગે માળિયા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, હાઈવે પર એક એસ.ટી. બસ ડિવાઈડર સાથે ભટકાઈ જતાં બંધ પડી ગઈ હતી. આ બંધ પડેલી બસના મુસાફરો અટવાઈ ન પડે તે માટે ત્યાંથી પસાર થઈ રહેલી અન્ય એક એસ.ટી. બસના ચાલકે પોતાની બસ રોડની સાઈડમાં પાકિંગ લાઈટ ચાલુ કરીને ઉભી રાખી હતી. આ બસના ડ્રાઈવર અને કંડક્ટર બંધ પડેલી બસના મુસાફરોને મદદ કરી પોતાની બસમાં બેસાડી રહ્યા હતા.

તે દરમિયાન પાછળથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક ટ્રકે (રજી. નં. DD-01R-9598) ઉભેલી એસ.ટી. બસ (રજી. નં. GJ-18ZT-0134) ને ડ્રાઈવર સાઈડના ભાગે જોરદાર ટક્કર મારી દીધી હતી.

ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર બે મહિલાઓને ઈજાઓ પહોંચી હતી:

પ્રીતીબેન મુનિશ્વર (ઉં.વ. ૩૮): તેઓને પગના ભાગે સામાન્ય ઈજાઓ થઈ છે.પ્રતીભાબેન યશવંતરાય (ઉં.વ. ૭૦): તેઓને કમરના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી છે.આ અકસ્માત અંગે દ્વારકા જિલ્લાના સીદસરા ગામે રહેતા અને એસ.ટી. ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા યોગીરાજસિંહ વનરાજસિંહ જાડેજા (ઉં.વ. ૩૨) એ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!