MORBI:મોરબી જિલ્લામાં દારૂ, જુગાર અને ડ્રગ્સના દુષણ સામે કડક અમલવારી કરવા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું

MORBI:મોરબી જિલ્લામાં દારૂ, જુગાર અને ડ્રગ્સના દુષણ સામે કડક અમલવારી કરવા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું
મોરબી જિલ્લામાં દારૂ, જુગાર અને ડ્રગ્સના દુષણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે અનુસૂચિત જાતિના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટનો સખત અમલ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગુનેગારો તેમજ સંભવિત પોલીસ અધિકારીઓ/રાજકીય નેતાઓ સામે કડક તપાસની માંગ કરવામાં આવી છે.
અનુસૂચિત સમાજના આગેવાનોએ જણાવ્યું કે મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિ (SC) વિસ્તારોમાં દારૂ, જુગાર અને ડ્રગ્સનું દૂષણ ખૂબ જ વધી ગયું છે. યુવાનો આ રવાડે ચડીને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે, જેના કારણે અનેક બહેન-દીકરીઓના જીવન પર સંકટ આવ્યું છે. આ વિસ્તારના લોકો ઓછા ભણેલા અને કાયદાથી અજ્ઞાત હોવાથી ગેરકાયદેસર વેપાર સરળતાથી ફૂલીફાલી રહ્યો છે. રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સત્તાવાર ફરિયાદો છતાં કેટલાક પોલીસ અધિકારીઓ અને સ્થાનિક રાજકીય નેતાઓના સંદિગ્ધ સંપર્કોને કારણે બુટલેગરો બચી જાય છે.રજૂઆતમાં માંગ કરાઈ છે કે ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949નો તાત્કાલિક અને સખત અમલ થાય. તેમજ અનુસૂચિત જાતિ વિસ્તારોમાં ખાસ કોમ્બિંગ કરી દારૂ અને ડ્રગ્સનું વેચાણ તાત્કાલિક બંધ કરવામાં આવે. સંદિગ્ધ પોલીસ અને રાજકીય વ્યક્તિઓ સામે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે. બુટલેગરો અને ડીલરોની નેટવર્કને તોડવા માટે જરૂરી દરોડા, જપ્તી, અને FIR જેવી કાર્યવાહી કરવામાં આવે.










