MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેર:સીત્તેર લાખથી વધુ રૂપિયાનો પકડાયેલ વિદેશી દારૂનો નાશ કર્યો..

પોલીસ મહાનીરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વારા રાજકોટ રેન્જમાં પ્રોફીબીશન ના મુદ્દામાલનો નાશ કરવા સુચના થઇ આવેલ હોય તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબનાઓ ના માર્ગદર્શન હેઠળ

વાંકાનેર તાલુકા પો.સ્ટે. તથા વાંકાનેર સીટી પો.સ્ટે. વીસ્તારમાં ઓગષ્ટ-૨૦૨૧ ઘી ઓગષ્ટ-૨૦૨૨ સુધીમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ વીદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજ રોજ વાંકાનેર-ચોટીલા ને.હા. રોડ પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તીરથ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે વાંકાનેર તાલુકા પો.સ્ટે. ખાતે કુલ ગુના-૨૪ બોટલો નંગ-૧૯,૭૭૮ કી.રૂ.૬૫,૬૪,૬૫૫/- તથા વાંકાનેર સીટી પો.સ્ટે. ખાતે કુલ ગુના-૩૨ બોટલો નંગ-૧,૯૧૭ કી.રૂ.૫,૦૪,૭૫૮૪- એમ મળી બન્ને પો.સ્ટે. ના કુલ ગુના-૫૬ કુલ બોટલો નંગ-૨૧,૬૯૫ કુલ કી.રૂ.૭૦,૭૧,૪૧૩/- ની કીંમતનો વીદેશી દારૂ સબ ડીવી.મેજી.શ્રી,વાંકાનેર એ.એચ.શિરસીયા સાહેબ તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી,મુખ્ય મુથક,મોરબી પી.એસ.ગોસ્વામી સાહેબ તથા સબ ઇન્સપેક્ટર,નશાબંધી અને આબકારી ખાતુ,રાજકોટ વી.પી.ચૌહાણ સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર,વાંકાનેર વી.પી.ગોલ સાહેબ તથા પોલીસ ઇન્સપેક્ટર, વાંકાનેર સીટી પો.સ્ટે. કે.એમ,છાસીયા સાહેબ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર વાંકાનેર તાલુકા પો.સ્ટે. વી.આર.સોનારા સાહેબ તથા સ્થાનીક પોલીસ સ્ટાફ ની હાજરીમાં રોલર ફેરવી નાશ કરવામાં આવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!