GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં રવિવારે શ્રી ઝૂલેલાલ મહોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરાશે 

MORBI:મોરબીમાં રવિવારે શ્રી ઝૂલેલાલ મહોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરાશે

 

 

સમસ્ત સિંધી સમાજ દ્વારા રવિવારે શ્રી ઝૂલેલાલ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેમાં સવારથી સાંજ સુધીમાં આરતી, મહાપ્રસાદ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો ઉજવાશે


તા. ૩૦ ને રવિવારના રોજ ૧૦૭૫ મો શ્રી ઝૂલેલાલ જન્મોત્સવ સ્ટેશન રોડ પરના સિંધુ ભવન ખાતે ઉજવાશે જેમાં સવારે ૮ કલાકે ધ્વજા રોહણ, ૧૧ કલાકે મહાઆરતી, બપોરે ૧૨ : ૩૦ કલાકે મહાપ્રસાદ અને સાંજે ૪ : ૩૦ કલાકે શોભાયાત્રા નીકળશે ચૈત્રી બીજના ભંડારા પ્રસાદના દાતા સ્વ. કિશનચંદ ગાગનદાસ તુલસીયાણી છે શ્રી ઝૂલેલાલ મહોત્સવમાં મોરબીમાં વસતા દરેક સિંધી પરિવારે ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું છે

Back to top button
error: Content is protected !!