MORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબી જિલ્લામાં વિવિધ મહિલા કલ્યાણલક્ષી કાર્યક્રમો યોજાશે

MORBi:મોરબી જિલ્લામાં વિવિધ મહિલા કલ્યાણલક્ષી કાર્યક્રમો યોજાશે

 

 

સમગ્ર વિશ્વમાં તારીખ ૨૫ નવેમ્બરથી આગામી તારીખ ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન International Day for the Elimination of Violence Against Women/ ઇન્ટરનેશનલ ડે ફોર ધી એલિમિનેશન ઓફ વાયોલન્સ અગેઇન્સ્ટ વીમેન અને Human Rights Day/ હ્યુમન રાઇટસ ડે ની ઉજવણી કરવામાં આવશે.

આ ઉજવણીની સાથોસાથ મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદી અભિયાન અંતર્ગત ૧૬ દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓને જાતિગત હિંસા સંબંધિત માટે મહિલાઓના અધિકારો અને કાયદાઓ અન્વયે જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિવિધ થીમ મુજબ દિવસોની વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન કરીને જાગૃતિકરણના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

જેના ઉપક્રમે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, મોરબી દ્વારા મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ, સ્કુલો, કોલેજો, કંપનીઓ તથા સમુદાયો સાથે મળીને વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓને જોડાવા માટે, વિવિધ મહિલાલક્ષી યોજનાનો લાભ મેળવે તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!